જેતપુર: ઘરકંકાસથી કંટાળીને પતિએ પત્નીની કરી હત્યા, ગુનો કર્યા પછી આરોપી પોલીસ સ્ટેશનમાં થયો હાજર
રાજ્યના રાજકોટના જેતપુરમાંથી દુ:ખદ ઘટના સામે આવી છે. ઘરકંકાસનું વરવુ સ્વરૂપ સામે આવ્યું છે.

રાજ્યના રાજકોટના જેતપુરમાંથી દુ:ખદ ઘટના સામે આવી છે. ઘરકંકાસનું વરવુ સ્વરૂપ સામે આવ્યું છે. જેતપુર શહેરના બળદેવધાર વિસ્તારમાં ઘરકંકાસમાં પતિએ પત્નીની હત્યા કરી નાખી.
પત્ની ઉંઘમાં હતી ત્યારે કરી નાખી હત્યા
જ્યારે પત્ની રાત્રે ઉંઘમાં હતી, તે દરમિયાન પતિએ આવેશમાં આવીને તેની હત્યા કરી નાખી હતી. પત્નીની હત્યા કર્યા પછી આરોપી પતિ પોલીસ સ્ટેશને પણ હાજર થઈ ગયો હતો.
આ પણ વાંચો: રાજકોટ: સગપણ તોડીને પ્રેમી સાથે યુવતી રફુચક્કર, મન:દુખ રાખી યુવાને યુવતીની કાકી પર કર્યો એસિડ હુમલો
પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો
જોકે ઘરકંકાસના કરૂણ અંજામને પગલે બે સંતાનો માં વગરના થયા હતા. પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે અને મૃતક મહિલાના પતિ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો હતો.






