મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

માંડવી સુગરના ખાનગીકરણનો વિરોધ કરતી કોંગ્રેસનો બીજો ચહેરો દેખાયો, સુરત જિલ્લાં કોંગ્રેસ પ્રમુખે સંચાલકો સાથે કરી બેઠક

સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હવે વિવાદમાં આવ્યા છે. સુરત જિલ્લાના માંડવી ખાતે હજ

માંડવી સુગરના ખાનગીકરણનો વિરોધ કરતી કોંગ્રેસનો બીજો ચહેરો દેખાયો, સુરત જિલ્લાં કોંગ્રેસ પ્રમુખે સંચાલકો સાથે કરી બેઠક

સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હવે વિવાદમાં આવ્યા છે. સુરત જિલ્લાના માંડવી ખાતે હજારો ખેડૂતોને જીવાદોરી સમાન માંડવી સુગરનું ખાનગીકરણ થયું. જ્યારે બીજી બાજુ પ્રજાની પડખે રહેવાને બદલે સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જેમણે સુગર ખરીદી એવા જુન્નર સુગર લિમિટેડના સંચાલકો સાથે બેઠક કરી એક કાર્યક્રમમાં ઉપસ્થિત જોવા મળતા મામલો ગરમાયો છે. 

જુન્નર સુગરના કાર્યક્રમમાં હાજરી

રાજ્યમાં છેલ્લા ઘણા વર્ષોથી એક બાજુ કોંગ્રેસ ખેડૂતોની હામી કહેતી આવી છે. ત્યારે સુરત જિલ્લા કોંગ્રેસના નેતાઓ ખેડૂત સભાસદોની સામે કામ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, સુરત જિલ્લામાં મોટો આદિવાસી વિસ્તાર ગણાતા માંડવી તાલુકામાં પચાસ હજારથી વધુ સભાસદો ધરાવતી માંડવી સુગર કાર્યરત હતી. ઘણા લાંબા સમયથી સુગર બંધ રહેતા આ સુગરને મહારાષ્ટ્રની જુન્નર સુગર પ્રા. લિમિટેડ ને સોંપી દેવામાં આવી છે. માંડવી સુગરની 250 કરોડથી વધુની પ્રોપર્ટી હોવા છતાં માત્ર 37 કરોડમાં જ આ જુન્નર સુગર ને સોંપી દેવાતા સુગરનું ખાનગીકરણ થઈ ગયું છે.  હજારો ખેડૂતોના કરોડો રૂપિયા  સુગરમાં હજુ પણ બાકી રહ્યાં છે.  ત્યારે આવા જટિલ પ્રશ્ન કોંગ્રેસ ખેડૂત સભાસદોની પડખે રહેવાને બદલે જુન્નર સુગર્સ લિમિટેડના એક ખેડૂતોના સન્માન સમારંભના કાર્યક્રમમાં મોટી મોટી ગુલબાંગો પોકારતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનહર પટેલ જોવા મળ્યા હતા. 

પ્રદેશ કક્ષાએ વિરોધ સ્થાનિક કક્ષાએ મેળાપિપણું

માંડવી સુગરના ખાનગીકરણ મુદ્દે પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સતત આ ઘટનાને વખોડી રહ્યા છે. ન્યાયિક તપાસ અંગે ખૂબ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ માંગ કરી હતી. તો બીજી બાજુ સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અસરગ્રસ્ત સભાસદોને તો મળવા ના ગયા. પરંતુ જુન્નર સુગર દ્વારા આયોજિત કાર્યક્રમમાં કલાકો સુધી બેસીને હાજરી આપતા જોવા મળ્યા હતા. સમગ્ર ઘટનાનો વિડીયો પણ હાલ વાયરલ થતાં જિલ્લા કોંગ્રેસના આગેવાનો સામે લોકો ખેડૂતો ફીટકાર વરસાવી રહ્યા છે. 

કોંગ્રેસ પ્રમુખ ખેડૂત સભાસદોની પડખે ના રહ્યાં

સુરત જિલ્લો વર્ષોથી ભાજપનું ગઢ રહ્યો છે. પરંતુ માંડવી તાલુકો હંમેશા કોંગ્રેસને સમર્થિત રહેતો આવ્યો છે. ગત લોકસભાની ચૂંટણીમાં પણ આખે આખી માંડવી વિધાનસભા કોંગ્રેસ વીસ હજાર વધુ મતથી આગળ હતી. ત્યારે આવા સમયે પોતાને સમર્થિત રહેલા ખેડૂત સભાસદોના હિતમાં લડવાની જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનહર પટેલની કોઈ ઈચ્છા શક્તિ જોવા મળી ન હતી. જેથી રોષે ભરાયેલા સ્થાનિક કોંગ્રેસના યુવા કાર્યકરો અને ખેડૂતોએ સોશિયલ મીડિયામાં મનહર પટેલની ઝાટકણી કાઢવામાં આવી રહી છે.  એક બાજુ પ્રદેશ કોંગ્રેસના નેતાઓ માંડવી સુગરના ખાનગીકરણ મુદ્દે ઘટનાને વખોડે છે. બીજી બાજુ સુરત જિલ્લા કોંગ્રેસના આગેવાનો ખાનગીકરણ થઈ રહેલ કંપનીના સંચાલકો સાથે બેસીને બેઠકો કરે એ પણ એક નીંદનીય ઘટના સમાન કહી શકાય તેમ છે.

આ સમાચાર શેર કરો