VIDEO: Bharuchની ઝઘડિયા GIDCમાં ફરી એક મોત, કામદારોની સુરક્ષા મામલે ઉઠ્યા ગંભીર સવાલો
ભરૂચના ઝઘડિયા જીઆઇડીસી વિસ્તારમાં એક વખત ફરીથી કામદારોની સુરક્ષા મામલે ગંભીર ઘટના સામે આવી છે. થરમેક્ષ કંપનીના વેરહાઉસમાં 1
ભરૂચના ઝઘડિયા જીઆઇડીસી વિસ્તારમાં એક વખત ફરીથી કામદારોની સુરક્ષા મામલે ગંભીર ઘટના સામે આવી છે. થરમેક્ષ કંપનીના વેરહાઉસમાં 10 ફૂટ ઊંચાઈથી પટકાતા એક કામદારનું મોત નિપજ્યું છે, જ્યારે અન્ય એક કામદાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.
એકનું મોત
ઘટનાની વિગતો મુજબ કંપનીના વેરહાઉસમાં સ્ટોક ગણતરીના કામ દરમિયાન રિસ્ટક ગાડીના હાઈડ્રોલિક ઉપર લોખંડના પિંજરા મૂકવામાં આવ્યો હતો. તેના પર ઊભા રહીને કામદારો માલનો સ્ટોક ગણતા હતા ત્યારે અચાનક પિંજરા સાથે કામદાર નીચે પટકાયો. આ ઘટનામાં એક કામદારનું ઘટનાસ્થળે જ દુઃખદ અવસાન થયું અને બીજાની સ્થિતિ ગંભીર છે.
ઊંચાઈ પરથી પટકાતા મોત
ચોકાવનારી વાત એ છે કે માત્ર ત્રણ દિવસ પહેલાં જ ઝઘડિયા જીઆઇડીસીની બીજી કંપનીમાં કલરકામ કરતી વખતે એક કામદાર ઊંચાઈ પરથી પડી જતાં મૃત્યુ પામ્યો હતો. સતત આવતી આ દુર્ઘટનાઓએ ખુલ્લા આક્ષેપ ઉભા કર્યા છે કે ઝઘડિયા જીઆઇડીસીના ઘણા ઉદ્યોગોમાં શ્રમિકોની સુરક્ષા માટેની ન્યૂનતમ વ્યવસ્થાઓ પણ અમલમાં નથી.






