VIDEO: સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુનો નવો વિવાદ, ચારણ માતાજી વિશે વિવાદસ્પદ નિવેદનથી ભક્તોમાં ભારે રોષ
જ્ઞાન સ્વરૂપ સ્વામીનો વિવાદ માંડ માંડ શાત થયો છે ત્યાં વધુ એક સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુનુ
જ્ઞાન સ્વરૂપ સ્વામીનો વિવાદ માંડ માંડ શાત થયો છે ત્યાં વધુ એક સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુનું નિવેદન સામે આવ્યુ છે. ચામલ પુર મંદિર ખાતે ભક્ત ચિંતામણી કથા પારાયણમાં ચારણ માતાજી વિશેના નિવેદનથી ભારે રોષ ફેલાયો છે. સ્વામિનારણ સંત ભક્તચિંતામણી કથામાં ચારણ માતાજીના ઉદાહરણ સાથે બિમાર વ્યક્તિ વિશે વાત કરતા કહે છે કે જીવરાજભાઈ બિમાર હતા ત્યારે તેમના સસરે કોઈ ચારણ બાઈને વાત કરીને કઈક મંતરેલુ આપવા વાત કરી હતી.
ચારણ માતાજી વિશેના નિવેદનથી ભારે રોષ ફેલાયો
ચારણ બાઈએ તેમણે પાડો મંત્રીને દોરામાં પુરી જમાઈને બાંધી દેવા આપ્યો.જેને તેમના સસરાએ જીવરાજભાઈના ગળામાં બાધ્યો હતો અને જીવરાજભાઈને તેનો ખ્યાલ નહોતો
ચારણ બાઈએ બાંધેલો પાડો જોઈને તેઓ અદ્રશ્ય થઈ ગયા
વધુમાં સ્વામી સભાને સંબોધતાઆગળ કહે છે કે સ્વામિનારાયણ ભગવાને જીવરાજભાઈને દર્શન દીધા, પરંતુ ચારણ બાઈએ બાંધેલો પાડો જોઈને તેઓ અદ્રશ્ય થઈ ગયા હતા.સ્વામિનારાયણ ભગવાન દુખ મટાડવા આવ્યા હતા પરંતુ તે પાછા વળી ગયા અને પરિવારના લોકોને ચારણ બાઈનો બાંધેલો પાળો કાઢી નાખવા કહેતા ગયા હતા.






