સુરતનો વધુ એક લાંચિયો તલાટી ઝડપાયો, સરકારી કામના કોન્ટ્રાક્ટર પાસેથી લીધા 35 હજાર
સુરત જિલ્લામાંથી વધુ એક લાંચિયો તલાટી ઝડપાયો છે. માંડવી તાલુકાના વડેશિયા ગામ પંચાયતના તલાટી સંજય પ

સુરત જિલ્લામાંથી વધુ એક લાંચિયો તલાટી ઝડપાયો છે. માંડવી તાલુકાના વડેશિયા ગામ પંચાયતના તલાટી સંજય પોપટભાઈ પટેલ એસીબીના છટકામાં ઝડપાયો છે. તલાટીએ સરકારી કામોના કોન્ટ્રાક્ટર પાસે કામો થયા બાદ જમા થયેલ નાણાં બાબતે કમિશનની માંગણી કરી હતી. તેથી ફરિયાદીએ સુરત ગ્રામ્યનો સંપર્ક કર્યો હતો. આજે છટકું ગોઠવતા તલાટી 35 હજારની લાંચ લેતા ઝડપાઈ ગયા હતા.
કમિશન પેટે લાંચ માગી
ફળીગ્રામ પંચાયત કચેરીનાં તલાટીકમ મંત્રી સંજયભાઇ પોપટભાઇ પટેલ, વર્ગ-૩, વહીવટદાર, વદેશીયા ગ્રામ પંચાયતની કચેરીમા ફરજ બજાવે છે. વદેશીયા ગ્રામ પંચાયત હેઠળનાં સરકારી કામો રાખેલ જે કામો પુર્ણ થતાં ફરીયાદીનાં એકાઉન્ટમાં નાણાં જમા થયેલ જેના કમિશન પેટે આ કામનાં આરોપીએ રૂ.૪૨,૫૦૦/- ની લાંચની માંગણી કરેલ જેમાંથી પ્રથમ રૂ.૩૫,૦૦૦/- આપવાનું નકકી થયુ હતુ.
સ્થળ પર પકડાયા
લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, એ.સી.બી. નો ટોલ ફ્રી નંબર ૧૦૬૪ ઉપર સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જે આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કર્યુ હતુ. જે દરમ્યાન આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચિત કરી લાંચની રકમ સ્વિકારી સ્થળ પર પકડાઇ જઇ ગુનો કર્યો હતો.








