મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: AMCના વધુ એક પ્રોજેક્ટનો ફિયાસ્કો, હેલ્થ ATM મશીન બન્યા શોભાના ગાંઠિયા સમાન

અમદાવાદ મહાનગરપાલિકાના વધુ એક પ્રોજેક્ટનો ફિયાસ્કો થયો. શહેરના અર્બન હેલ્થ સેન્ટર ઉપર મુકાયેલ

અમદાવાદ મહાનગરપાલિકાના વધુ એક પ્રોજેક્ટનો ફિયાસ્કો થયો. શહેરના અર્બન હેલ્થ સેન્ટર ઉપર મુકાયેલ હેલ્થ ATM મશીન બંધ હાલતમાં જોવા મળ્યા. આ બાબતે તંત્રને સવાલ કરતાં વાઇફાઈ અને AC કનેક્શન ન મળ્યું હોવાનું બહાનું આપી લૂલો બચાવ કરવામાં આવ્યો.

૭ હેલ્થ સેન્ટર પર મુકાયા હતા માશીન

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટા ઉપાડે શરૂ કરાયેલ વધુ એક પ્રોજેક્ટનો ફિયાસ્કો થવા પામ્યો છે. મહાનગરપાલિકા દ્વારા મુકાયેલ હેલ્થ ATM મશીન શોભાના ગાંઠિયા બન્યા. શહેરના ૭ અર્બન હેલ્થ સેન્ટર ઉપર હેલ્થ ATM મૂકવામાં આવ્યા હતા. હેલ્થ માશીન દ્વારા ૧૧ હેલ્થ ટેસ્ટ જેવા કે ECG, લિપીડ પ્રોફાઇલ, BP, સુગર, તાવના રિપોર્ટ થતાં હોવાની જાહેરાત કરવામાં આવી હતી.

૧૧ હેલ્થ ટેસ્ટ કરતું મશીન મૃતપાય હાલતમાં  

વાઇફાઇ કનેક્શન ના મળતા બંધ મશીનને કારણે નાગરિકોના હેલ્થ ટેસ્ટ પણ નથી થઈ રહ્યા. પહેલા 11 ટેસ્ટ હેલ્થ ATM મશીનથી થતા હતા હવે 4 ટેસ્ટ પણ નથી થતા. હેલ્થ ATM મશીન બંધ હોવા મામલે આરોગ્ય અધિકારી ડૉ. ભાવિન સોલંકીએ નિવેદન આપતા કહ્યું, "વાઈફાઈ કનેક્શન અને ACની સુવિધા નથી મળી રહી તેના કારણે માશીન બંધ હાલતમાં છે. હાલ આ મશીનને પ્રાયોગિક ધોરણે લગવાયા છે, હજુ એક્યુરેટ રિપોર્ટ નથી આવતા તેને લઈને પ્રયાસો ચાલુ છે. 

આ સમાચાર શેર કરો