મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતની સ્કૂલમાં એન્યુઅલ ડેની ઉજવણી, 'પ્લાન્ટ અ સ્માઈલ'ના વિદ્યાર્થી-વાલીઓએ લીધા શપથ

સુરતના અડાજણ પાલ વિસ્તારમાં આવેલી ગજેરા ગ્લોબલ સ્કૂલના 10 વર્ષ પૂર્ણ થતા 'પ્લાન્ટ અ સ્માઈલ'ન

સુરતની સ્કૂલમાં એન્યુઅલ ડેની ઉજવણી, 'પ્લાન્ટ અ સ્માઈલ'ના વિદ્યાર્થી-વાલીઓએ લીધા શપથ

સુરતના અડાજણ પાલ વિસ્તારમાં આવેલી ગજેરા ગ્લોબલ સ્કૂલના 10 વર્ષ પૂર્ણ થતા 'પ્લાન્ટ અ સ્માઈલ'ની  થીમ સાથે વાર્ષિકોત્સવની ઉજવણી થઈ હતી. સામાજિક જાગૃતિ ફેલાવતા 'પ્લાન્ટ અ સ્માઈલ'ની થીમ જે મેન્ટલ હેલ્થ અવેરનેસ, સ્કીલ ડેવલપમેન્ટ, પ્લાસ્ટિક મુક્ત અભિયાન, પર્સનલ ગ્રોથ સહિત  મુદ્દાઓ પર આધારિત છે. 

આ પણ વાંચોઃ સુરતના ડુમસની જમીન કૌભાંડમાં નવા ખૂલતા રહસ્ય, એક જ લેટર કલેક્ટર, જિલ્લા પંચાયત અને સુડામાં રજૂ કરાયો

ખેડૂતોને ઉપયોગી મોડલ રજૂ કરાયું                

ગજેરા ગ્લોબલ સ્કૂલ દ્ધારા પર્યાવરણની રક્ષા કરવાની સાથે સાથે દરેકના ચહેરા પર સ્મિત ફેલાય તે હેતુથી 'પ્લાન્ટ અ સ્માઈલ'ની થીમ પર મોટી સંખ્યામાં હાજર વિદ્યાર્થીઓ, વાલીઓ, આચાર્યોશ્રીઓ, શિક્ષકો અને સામાજિક અગ્રણીઓને શપથ લેવડાવવામાં આવ્યા હતાં. 'પ્લાન્ટ અ સ્માઈલ'ની થીમ પર ખેડૂતો માટે ઉપયોગી એવું "મોડલ ફાર્મ" રજૂ કર્યુ હતું. જે AI આધારિત હતું. આ પ્રોજેકટ ખેડૂતને પોતાના ખેતરમાં વિજળી, પાણી અને ખેડૂતની શક્તિને બચાવવા મદદરૂપ બનશે. વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા આ પ્રોજેક્ટને સેન્સર અને ઉપકરણો સાથે જોડવામાં આવ્યાં હતા. આ પ્રોજેક્ટને વાલીઓ તથા વિદ્યાર્થીઓએ ખૂબ જ સરાહનીય અને જગતના તાત માટે ઉપકારક ગણાવ્યો હતો.

વિદ્યાર્થીઓએ રજૂ કર્યા પરફોર્મન્સ
         
ગજેરા ગ્લોબલ સ્કૂલના આચાર્યા શ્વેતા પરિહારે કહ્યું કે, સુનીતા મેકર્સસ્પેસના ફાઉન્ડર કુમારી કિંજલ ગજેરા અને ગજેરા સ્કૂલ ઓફ ગ્રુપના ટ્રસ્ટી ચુનીભાઈ ગજેરાના વિચાર અનુસાર સમગ્ર વર્ષ દરમિયાન 'પ્લાન્ટ અ સ્માઈલ' અભિયાન ચલાવવામાં આવ્યું હતું. તેની ઝાંખી સ્વરૂપે વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. તો એ સાથે આજના વાર્ષિક ઉત્સવમાં વિવિધ દેશોની સંસ્કૃતિને એક જ મંચ પર લાવવાનો અનોખો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ અવનવી કલાત્મક કૃતિઓ દ્ધારા ઉપસ્થિત સૌ કોઈ મંત્રમુગ્ધ થયા હતા.

આ સમાચાર શેર કરો