વર્ષ 2023નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર અને યુવા ગૌરવ પુરસ્કારની જાહેરાત
ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા આપવામાં આવતા ગુજરાતી ભાષાનાં ગૌરવ પુરસ્ક

ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા આપવામાં આવતા ગુજરાતી ભાષાનાં ગૌરવ પુરસ્કાર નિયત કરવા માટે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહાની અધ્યક્ષતામાં મળેલ સમિતિમાં વર્ષ 2023ના સાહિત્ય ગૌરવ પુરસ્કાર અને યુવા ગૌરવ પુરસ્કાર માટેની ઘોષણા કરવામાં આવી છે.
વર્ષ ૨૦૨૩નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર ડૉ. બળવંત જાની અને વર્ષ ૨૦૨૩નો યુવા ગૌરવ પુરસ્કાર મિલિંદ ગઢવીને એનાયત કરવામાં આવશે.
ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગ દ્વારા ગૌરવ પુરસ્કાર આગામી સમયમાં જાહેર સમારોહ યોજીને એનાયત કરવામાં આવશે.






