મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: હિંમતનગરમાં બંધનું એલાન,11 ગામના ખેડૂતો સહિત પશુપાલકોનો HUDOનો ઉગ્ર વિરોધ

રાજ્યના સાબરકાંઠાના હિંમતનગરમાંથી ખાસ અહેવાલ સ

રાજ્યના સાબરકાંઠાના હિંમતનગરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે હુડા હટાવો સંકલન સમિતિએ આજે હિંમતનગર બંધનું એલાન આપ્યું છે. 11 ગામના ખેડૂતો સહિત પશુપાલકો છેલ્લા ઘણા સમયથી હુડાનો વિરોધ કરી રહ્યા છે.

વેપારી અને બિલ્ડર એસોસિએશન સહિત રાજકીય આગેવાનો હોદ્દેદારોનું સમર્થન

મળતા અહેવાલ પ્રમાણે વેપારી અને બિલ્ડર એસોસિએશન સહિત રાજકીય આગેવાનો હોદ્દેદારોએ આજે બંધના એલાનને સંપૂર્ણ રીતે સમર્થન આપવામાં આવ્યું છે. હૂડાના વિરોધમાં કોઈપણ પ્રકારના અનિચ્છનિય બનાવને ટાળવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

11 ગામના ખેડૂતોની જમીન કપાતમાં જતા સરકાર સામે લોકોનો રોષ

 હિંમતનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી (HUDA) ના નોટિફિકેશન સામે 11 ગામના ખેડૂતોએ ઉગ્ર વિરોધ ચાલુ રાખ્યો છે. નોંધનીય છે કે, હુડાના નોટિફિકેશન જાહેર થયા બાદ હુડામાં 11 ગામના ખેડૂતોની જમીન કપાતના જઈ રહી છે જેથી નોટિફિકેશન જાહેર થયું ત્યારથી જ આ 11 ગામના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. આ મામલે સરકાર સાથેની બેઠક ગત રોજ નિષ્ફળ ગઈ હતી. ખેડૂતોએ હવે લડી લેવાના મૂડમાં છે, તે માટે આજે 12 ડિસેમ્બરના રોજ હિંમતનગર બંધનું એલાન આપ્યું છે. ખેડૂતોના આંદોલનને શહેરના વેપારીઓ અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓએ પણ સમર્થન આપ્યું છે અને બંધ રાખવાનો નિર્ણય લીધો છે. 

આ સમાચાર શેર કરો