મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Sabarkantha: HUDA સામે 11 ગામના ખેડૂતોનો વિરોધ, હિંમતનગરમાં બંધનું એલાન

હિંમતનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી (HUDA) ના નોટિફિકેશન સામે 11 ગામના ખેડૂતોએ ઉગ્ર વિરોધ ચાલુ રાખ્યો છે. નોંધન

હિંમતનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી (HUDA) ના નોટિફિકેશન સામે 11 ગામના ખેડૂતોએ ઉગ્ર વિરોધ ચાલુ રાખ્યો છે. નોંધનીય છે કે, હુડાના નોટિફિકેશન જાહેર થયા બાદ હુડામાં 11 ગામના ખેડૂતોની જમીન કપાતના જઈ રહી છે જેથી નોટિફિકેશન જાહેર થયું ત્યારથી જ આ 11 ગામના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે

આ મામલે સરકાર સાથેની બેઠક નિષ્ફળ જતાં હવે ખેડૂતોએ આવતીકાલે, 12 ડિસેમ્બરના રોજ હિંમતનગર બંધનું એલાન આપ્યું છે. ખેડૂતોના આંદોલનને શહેરના વેપારીઓ અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓએ પણ સમર્થન આપ્યું છે અને બંધ રાખવાનો નિર્ણય લીધો છે. 

આ સમાચાર શેર કરો