મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Sabarkantha news: 226 કિલોથી વધુ ગાંજા સાથે ખેડૂતની ધરપકડ, 1.13 કરોડનો જથ્થો કરાયો જપ્ત

સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના લાખિયા ગામે ખેતરમાં ખેડૂતે 558 ગાંજાના છોડ વાવ્યા હ

Sabarkantha news: 226 કિલોથી વધુ ગાંજા સાથે ખેડૂતની ધરપકડ, 1.13 કરોડનો જથ્થો કરાયો જપ્ત

સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના લાખિયા ગામે ખેતરમાં ખેડૂતે 558 ગાંજાના છોડ વાવ્યા હતા, જે બાદ આ અંગેની  માહિતી LCB ને થતાં ટીમે 1.13 કરોડનો ગાંજાનો જથ્થો પકડી ખેડૂતની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

226 કિલોથી વધુનો જથ્થો જપ્ત

સાબરકાંઠા LCB પોલીસને મોટી સફળતા મળી છે. પોશીના તાલુકાના લાખિયા ગામે ખેતરમાં ખેડૂતે ગાંજાનું વાવેતર કર્યું હતું. બાતમીના આધારે દરોડા પાડતાં 558 ગાંજાના છોડ સાથે 226 કિલોથી વધુનો જથ્થો જપ્ત કરાયો છે, જેની કિંમત 1 કરોડ 13 લાખ 11 હજાર રૂપિયાથી વધુની છે. ગાંજાનું વાવેતર કરનાર હામથા ડાભીની ધરપકડ કરી મુદ્દામાલ કબજે કરાયો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો