મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Sabarkantha news: 'હુડા' ના વિરોધ સામે સરકારે કોઈ પ્રતિક્રિયા ન આપતા ખેડૂતો વિફર્યા, 12 ડિસેમ્બરે હિંમતનગર બંધનું એલાન

હિંમતનગરમાં હુડાના વિરોધમાં આંદોલન હવે વધુ ઉગ્ર બની રહ્યું છે. સરકારે આ મામલે કોઈ જ નિર્ણય ન લ

Sabarkantha news: 'હુડા' ના વિરોધ સામે સરકારે કોઈ પ્રતિક્રિયા ન આપતા ખેડૂતો વિફર્યા, 12 ડિસેમ્બરે હિંમતનગર બંધનું એલાન

હિંમતનગરમાં હુડાના વિરોધમાં આંદોલન હવે વધુ ઉગ્ર બની રહ્યું છે. સરકારે આ મામલે કોઈ જ નિર્ણય ન લેતા વિફરેલા ખેડૂતોએ હવે 12 ડિસેમ્બરે હિંમતનગર બંધનું એલાન આપ્યું છે.  

સરકારે તાત્કાલિક હુડાના નોટિફિકેશનને રદ કરવું જોઈએ: ખેડૂતો

સાબરકાંઠાના હિંમતનગરમાં હુડાના વિરોધમાં આંદોલન હવે ઉગ્ર બન્યું છે, જેના ભાગરૂપે હુડા આંદોલન સમિતિ દ્વારા 12 ડિસેમ્બરે બંધનું એલાન આપવામાં આવ્યું છે. હુડાના નોટિફિકેશન સામે ખેડૂતો છેલ્લા 90 દિવસથી સતત વિરોધ નોંધાવી રહ્યા છે. જોકે, સરકારે આ મામલે કોઈ જ નિર્ણય ન લેતા આંદોલનને વેગ મળ્યો છે. ખેડૂતોના આંદોલનને શહેરના વ્યાપારીઓએ પણ સમર્થન જાહેર કર્યું છે, જેના કારણે 12 ડિસેમ્બરના રોજ હિંમતનગરમાં સંપૂર્ણ બંધ પાળવામાં આવશે. ખેડૂતોની માંગ છે કે સરકારે તાત્કાલિક હુડાના નોટિફિકેશનને રદ કરવું જોઈએ.

આ સમાચાર શેર કરો