મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અંકલેશ્વર ડ્રગ્સ મામલો: પોલીસે આવકાર ડ્રગ્સ કંપનીના 3 ડિરેક્ટરોની કરી ધરપકડ

અંકલેશ્વરમાંથી પાંચ હજાર કરોડનું ડ્રગ્સ ઝડપવા મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. આ

અંકલેશ્વર ડ્રગ્સ મામલો: પોલીસે આવકાર ડ્રગ્સ કંપનીના 3 ડિરેક્ટરોની કરી ધરપકડ

અંકલેશ્વરમાંથી પાંચ હજાર કરોડનું ડ્રગ્સ ઝડપવા મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. આ મામલે અંકલેશ્વરમાં આવેલી આવકાર ડ્રગ કંપનીના 3 ડિરેક્ટરોની ધરપકડ કરી છે. આવકાર ડ્રગનાં ડિરેક્ટરો અશ્વિન રામાણી, બ્રિજેશ કોથીયા, વિજય ભેસાણીયાની ધરપકડ કરી છે. અંકલેશ્વર જીઆઈડીસી વસાહતની એક ડ્રગ કંપનીમાંથી વિપુલ માત્રામાં કોકેઈન ઝડપાયુ હતું. દિલ્હી અને ગુજરાત પોલીસે હાથ ધરેલા એક સંયુક્ત ઓપરેશનમાં અંદાજે ૫,૦૦૦ કરોડનું કોકેઈન જપ્ત કરવામાં આવ્યું છે.

દિલ્હી અને અંકલેશ્વર તથા રાજ્યમાં વ્યાપક દરોડા પાડ્યા હતા

દિલ્હી અને ગુજરાત પોલીસના  સંયુક્ત ઓપેરશનમાં દિલ્હી અને અંકલેશ્વર તથા રાજ્યમાં વ્યાપક દરોડામાં  સંયુક્ત રીતે ૧૨૮૯ કિલો કોકેઈન અને રૃ. ૧૩,૦૦૦ કરોડની કિંમતનો ૪૦ કિલો હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત કર્યો હતો.આ દવાઓ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી આવકાર ડ્રગ્સ લિમિટેડ અને ફાર્મા સોલ્યુશન સવસીસ સાથે જોડાયેલી હતી. દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસે રવિવારે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને રૃ. ૫,૦૦૦ કરોડની કિંમતનો ૫૧૮ કિલોગ્રામ કોકેઈનનો જથ્થો  જપ્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, અગાઉ, ૧ ઓક્ટોબરે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે મહિપાલપુરમાં તુષાર ગોયલ નામના વ્યક્તિના વેરહાઉસ પર દરોડો પાડયો હતો અને ૫૬૨-કિલોગ્રામ કોકેઈન અને ૪૦-કિલોગ્રામ હાઈડ્રોપોનિક ગાંજાના કન્સાઈનમેન્ટને જપ્ત કર્યો હતો.

આ સમાચાર શેર કરો