VIDEO: 35 દિવસથી ગુમ દીકરી મુદ્દે સુરતમાં પાટીદાર સમાજનો ફાટી નીકળ્યો આક્રોશ, પોલીસ કામગીરી પર ઉઠાવ્યા સવાલ
સુરતમાં પાટીદાર સમાજની 17 વર્ષની સગીરાના અપહરણની ઘટનાએ ભારે


સુરતમાં પાટીદાર સમાજની 17 વર્ષની સગીરાના અપહરણની ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. તીરુપતિ સોસાયટીની વાડી ખાતે પાટીદાર સેવા સંઘની તાકીદની બેઠક યોજાયા બાદ મોટી સંખ્યામાં પાટીદારો સરથાણા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
છેલ્લા 35 દિવસથી દીકરી પરિવારથી દૂર છે
છેલ્લા 35 દિવસથી દીકરી પરિવારથી દૂર છે, ત્યારે પીડિત પરિવારનો આક્ષેપ છે કે આરોપીનું લોકેશન હોવા છતાં પોલીસે ગંભીર બેદરકારી દાખવી છે. દીકરીના ભાઈએ સમાજ પાસે મદદની ગુહાર લગાવી છે. આ મામલે હવે ગૃહ વિભાગમાં રજૂઆત કરવાની તૈયારીઓ ચાલી રહી છે.
પાટીદાર સમાજે પોલીસ કામગીરી પર ઉઠાવ્યા સવાલો
મળતા અહેવાલ પ્રમાણે પાટીદાર સમાજનો ગંભીર આરોપ છે કે પોલીસ યુવતી સુધી કેમ પહોંચી શકી નથી,બેદરકારી બદલ જવાબદાર અધિકારીઓ સામે સખ્ત કાર્યવાહી કરવાની પણ પાટીદાર સમાજે માંગ કરી હતી.






