મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

BHAVNAGAR / સણોસરામાં સેવાસેતુ કાર્યક્રમમાં આધાર કાર્ડમાં સુધારા ન થયા, અનેક અરજદારોમાં રોષ

Bhavnagar News : ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સણોસરા ગામમાં સાકરીયા પ્લો

BHAVNAGAR / સણોસરામાં સેવાસેતુ કાર્યક્રમમાં આધાર કાર્ડમાં સુધારા ન થયા, અનેક અરજદારોમાં રોષ

Bhavnagar News : ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સણોસરા ગામમાં સાકરીયા પ્લોટ વિસ્તાર પ્રાથમિક શાળામાં આજે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં લોકોને આધારકાર્ડ સહિતના દસ્તાવેજોમાં સુધારા કરવા માટે આવવા કહેવામાં આવ્યું હતું, જો કે આધાર કાર્ડમાં સુધારા ન થતા અનેક અરજદારોમાં રોષ વ્યાપ્યો હતો. 

ગુજરાત સરકાર દ્વારા 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સેવા પખવાડા અંતર્ગત પ્રજાને લગતા વિવિધ સેવાકીય કામો કરવામાં આવશે તેવી જાહેર કરવામાં આવી હતી. જે અંતર્ગત આજે 17 સપ્ટેમ્બરે સિહોર તાલુકાના સણોસરા ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. 

આ સેવાસેતુ કાર્યક્રમમાં આધારકાર્ડમાં નામ વગેરેમાં સુધારો કરવા માટે 25 ગામના અનેક અરજદારો દૂર દૂરથી આવ્યાં હતા, તો વિદ્યાર્થીઓ સ્કૂલમાં રજા રાખીને આધારકાર્ડમાં સુધારો કરાવવા પહોંચ્યા હતા. જો કે કાર્યક્રમના સ્થળ પર પહોંચતા તેમને કહી દેવામાં આવ્યું કે સોફ્ટવેરમાં ખામી હોવાના કારણે આધારકાર્ડમાં સુધારો નહીં થાય, માત્ર મોબાઈલ નંબર અને બાયોમેટ્રિક વિગતો અપડેટ થઈ શકશે. આધારકાર્ડમાં સુધારો ન થતા અનેક અરજદારો રોષે ભરાયા હતા અને પોતાનું કામ ન થતા પરત જવું પડ્યું હતું.

કોઈ આયોજન વગર આ સેવાસેતુ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હોય એવું લાગી રહ્યું છે. કાર્યક્રમના સ્થળ પર દિવાલમાં કાગળ ચોંટાડી દેવામાં આવ્યાં હતા, જેમાં લખ્યું હતું કે ટેક્નિકલ ખામીને કારણે સોફ્ટવેર બંધ છે, માટે નવા આધારકાર્ડ નહીં બને તેમજ આધારકાર્ડમાં સુધારા નહીં થાય.

આ સમાચાર શેર કરો