મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મહાનગરપાલિકા બન્યા બાદ આણંદનું પહેલું બજેટ રજૂ, આગામી 50 વર્ષની જરૂરિયાતોનો કરાયો સમાવેશ

આણંદ મહાનગરપાલિકાની 1055 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરાયું. મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ

મહાનગરપાલિકા બન્યા બાદ આણંદનું પહેલું બજેટ રજૂ, આગામી 50 વર્ષની જરૂરિયાતોનો કરાયો સમાવેશ

આણંદ મહાનગરપાલિકાની 1055 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરાયું. મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ વખત બજેટ રજૂ થયું જે આગામી 50 વર્ષ માટેની આણંદની જરૂરિયાતોને કરશે પૂરી.

આણંદની આગામી 50 વર્ષની જરૂરિયાતોને બજેટમાં આવરી લેવાઈ

મહાનગરપાલિકા બન્યા બાદ પહેલી વખત આણંદનું બજેટ રજૂ કરાયું. આગામી 50 વર્ષ માટે આણંદને શું શું જરૂર પડશે તેનો તલસ્પર્શી અભ્યાસ કરી બજેટ કરાયું તૈયાર. રૂપિયા 1055 કરોડના આ બજેટમાં રોડ-રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઈટો, સ્વીમીંગ પૂલ, સ્કૂલો, ઓવર બ્રિજ, સરદાર પટેલ મ્યુઝિયમ અને રેઈન વોટર સિસ્ટમ જેવા અનેક કામો બજેટમાં આવરી લેવામાં આવ્યા છે. બજેટ દરમિયાન ધારાસભ્ય યોગેશ પટેલે કહ્યું રાજ્યની 4 મનપા બાદ આણંદ 5માં નંબરની મનપા બનવા જઈ રહી છે. જેમાં કમિશ્નર મિલિંદ બાપનાએ આપ્યો રૂ. 1055 કરોડના બજેટનો ચિતાર.

શહેરમાં 5થી વધુ આઇકોનીક રોડ બનાવાશે

બજેટમાં મહત્વના મુદ્દાની વાતો કરીએ તો 5થી વધુ આઇકોનીક રોડ બનાવી બ્યુટીફીકેશન કરવામાં આવશે. જેમાં 55 કિમીના RCC રોડના કામ પણ પૂર્ણ કરવામાં આવશે સાથે 100 કિમીના રિસર્ફેસિંગના કામને પણ આવરી લેવાશે. શહેરના તળાવો અને બગીચાને ડેવલપ કરવાના કામ પણ  હાથ ધરવામાં આવશે. ગોયા તળાવને અમદાવાદના કાંકરિયા જેવું વિકસાવવામાં આવશે. સાથે જ આણંદમાં બે નવા પાર્ટી પ્લોટ અને બે નવા ઓક્સિજન પાર્ક બનાવવામાં આવશે.

કરમસદમાં સરદાર પટેલનું આધુનિક મ્યુઝિયમ બનશે

આણંદ નગરપાલિકાના દરેક ઝોન ખાતે નવા આયુષ સેન્ટરો બનાવવામાં આવશે. આણંદની તમામ શાળાઓમાં સ્માર્ટ ક્લાસ વિકસાવવામાં આવશે. શહેરમાં અત્યાર સુધી કોઈ સરકારી અંગ્રેજી મીડિયમની શાળા નથી તેણે લઈને નવી સરકારી અંગ્રેજી મીડિયમની શાળા બનાવવામાં આવશે. સાથે જ કરમસદમાંઆ સરદાર પટેલનું નવું અને આધુનિક મ્યુઝિયમ તૈયાર કરી સરદાર પાઠ પણ બનાવવામાં આવશે. શહેરના ટ્રાફિકને ધ્યાનમાં લઈને બએ નવા ઓવર બ્રિજ પણ બાંધવામાં આવશે. શહેરમાં NRI ધામ હોય તેની સાથે નોન રેસિડન્સ ગુજરાતી સેન્ટર બનાવવામાં આવશે. જેમાં NRI નાગરિકોને લગતા પ્રશ્નો અંગેની કામગીરી કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો