મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : આણંદ કલેકટર કચેરીમાં પૈસા લઈને જાતિ-આવકનો દાખલો કાઢી આપવાનો વીડિયો વાયરલ

આણંદ કલેકટર કચેરી ફરી વિવાદમાં આવી છે. જાતિ અને આવકનો દાખલો કાઢવા માટે અરજદાર પાસેથી રૂપિયાની માંગ કરવામાં આવી હોવાનો મા

આણંદ કલેકટર કચેરી ફરી વિવાદમાં આવી છે. જાતિ અને આવકનો દાખલો કાઢવા માટે અરજદાર પાસેથી રૂપિયાની માંગ કરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. કચેરીમાં પૈસાથી દાખલો કઢાવી આપવાનો વેપલો ખુલ્લો પડ્યો છે. વીડિયોમાં 1800 રૂપિયા લઈને દાખલો કાઢી આપવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોઈપણ ડોક્યુમેન્ટ વિના 2500 રૂપિયામાં દાખલો કાઢી આપવાનો દાવો કરાયો છે. આગળ પૈસા આપવાના હોવાનો વીડિયોમાં ઉલ્લેખ કરાયો છે. વીડિયોમાં કોઈ અજાણી મહિલા દાખલો કાઢવાની વાત કરી રહી હોવાનું સાંભળી શકાય છે. ACBની તપાસ થાય તો જ કચેરીના ભ્રષ્ટ અધિકારીઓ ખુલ્લા પડે, તેમ છે. GSTV વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી.

આ સમાચાર શેર કરો