આણંદ સબજેલના 4 પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ, 3 મહિલાઓ મંજૂરી વગર આરોપીઓને મળવા સેલમાં હતી હાજર
રાજ્યની આણંદ સબજેલમાં ફરજમાં બેદરકારી રાખનારા 4 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાના આદેશ આપવામાં આવ્યો છે

રાજ્યની આણંદ સબજેલમાં ફરજમાં બેદરકારી રાખનારા 4 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાના આદેશ આપવામાં આવ્યો છે. સસ્પેન્ડના આદેશ બાદ પોલીસ બેડામાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. આણંદ પોલીસ અધિક્ષકની સૂચનાથી 4 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
નાયબ પોલીસ અધિક્ષક સહિતની ટીમે આણંદ સબ જેલનું સરપ્રાઈઝ ચેકિંગ
મળતા અહેવાલ પ્રમાણે આણંદ જિલ્લામાં આવેલી સબ જેલમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે તા. ૨૭મી જાન્યુઆરી ૨૦૨૫ના રોજ રાતે આણંદ નાયબ પોલીસ અધિક્ષક સહિતની ટીમે આણંદ સબ જેલનું સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું.
સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન ત્રણ મહિલાઓ હાજર મળી આવી
સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન ત્રણ મહિલાઓ હાજર મળી આવી હતી. તપાસ કરતા મંજૂરી વગર અનઅધિકૃત રીતે આરોપીઓને મળવા માટે પ્રવેશ કર્યો હોવાનું ખૂલ્યું હતું. જેથી ગંભીર બેદરકારી જણાઈ આવતા જેલગાર્ડ ફરજ ઉપરના આ.હેડ કોન્સ્ટેબલ ભાનુભાઈ અંબાલાલ, અ.હેડ કોન્સ્ટેબલ કમલેશભાઈ નારણભાઈ, અ.પો.કોન્સ્ટેબલ શેતલકુમાર દિનેશભાઈ અને અ.પો. કોન્સ્ટેબલ દક્ષેશકુમાર હિંમતભાઈ ચારેય પોલીસ કર્મચારીઓને આણંદ પોલીસ અધિક્ષકે ફરજ મોકૂફી હેઠળ મૂકી દેવામાં આવ્યા છે.






