આણંદ જિલ્લાનું ધર્મજ ગામ કમળાગ્રસ્ત જાહેર, હોસ્પિટલમાં 20 દર્દીઓ સારવાર હેઠળ
પેટલાદ તાલુકાના ધર્મજ ગામમાં રવિવારે કમળાના વધુ બે ક

પેટલાદ તાલુકાના ધર્મજ ગામમાં રવિવારે કમળાના વધુ બે કેસ મળ્યા હતા. ત્યારે અત્યા સુધી કમળાના કેસનો આંક ૧૨૫ સુધી પહોંચી ગયો છે. ૨૦ દર્દીઓ હજુ સારવાર હેઠળ દાખલ છે.
કમળાના કેસનો આંક ૧૨૫ સુધી પહોંચી
તંત્ર દ્વારા ૩૧ હજારથી વધુ ક્લોરિન ટેબલેટનું વિતરણ કરાયું છે. પાઈપ લાઈનમાં લિકેજ એક પણ નહીં મળતા થોડી રાહત જણાઈ છે. ધર્મજમાં કમળાના રોગના કુલ કેસની સંખ્યા 89 પર પહોંચી છે. તંત્રએ લોકોને પાણી ઉકાળીને પીવાની અપીલ કરી છે.
૩૧ હજારથી વધુ ક્લોરિન ટેબલેટનું વિતરણ કરાયું
ધર્મજ ગામ ખાતે લગભગ અઠવાડિયાથી કમળાના રોગચાળાથી આરોગ્ય તંત્રમાં દોડધામ મચેલી છે. ત્યારે આજે રવિવારની રજાના દિવસે પણ ધર્મજ ગામમાં આરોગ્ય વિભાગની ૧૯ ટીમો દ્વારા ડોર ટુ ડોર સર્વે કરાયો હતો. ઉપરાંત ૩૮ જેટલા પાણીના લીકેજની દુરસ્તીની કામગીરી ગ્રામ પંચાયત દ્વારા પૂર્ણ કરાઈ






