VIDEO: અમદાવાદના રતનપોળ નાકા પર ટ્રાફિક સમસ્યા નિવારવા પ્રથમ આધુનિક રોટરી પાર્કિંગ બનશે
સોર્સ : gstv
અમદાવાદ શહેરના અતિ વ્યસ્ત વ્યાપારી વિસ્તાર એવા રિલીફ રોડ પર પાર્કિંગની ગંભીર સમસ્યા નિવારવા કોર્પોરેશનના મધ્ય ઝોન ઇજનેર વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. આ યોજના હેઠળ રતનપોળના નાકા ખાતે શહેરનું સૌપ્રથમ આધુનિક રોટરી પાર્કિંગ ઉભું કરવાની કામગીરી હાલ ઝડપથી ચાલી રહી છે. આ સિસ્ટમની મુખ્ય વિશેષતા એ છે કે જ્યાં સામાન્ય રીતે માત્ર બે કાર પાર્ક કરી શકાતી હતી, ત્યાં હવે એક સાથે અંદાજે ૧૨ કાર પાર્ક કરી શકાશે. મર્યાદિત જગ્યામાં પાર્કિંગ ક્ષમતા છ ગણી વધારતો આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં જ વેપારીઓ, ખરીદદારો અને મુલાકાતીઓ માટે પાર્કિંગ વધુ સુલભ અને સુરક્ષિત બનશે. આ આધુનિક વ્યવસ્થાથી રિલીફ રોડ પર ટ્રાફિકનું દબાણ ઘટશે અને સમગ્ર વિસ્તારની પાર્કિંગ સુવિધા વધુ સુગમ બનશે.

