મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

આણંદ / ટ્રેનમાં મહિલાની બાજુમાં બેસીને કર્યું હસ્તમૈથુન, રેલવે પોલીસના કોન્સ્ટેબલની શર્મનાક કરતૂત

આણંદમાં રેલવે પોલીસના કોન્સ્ટેબલની શર્મનાક કરતૂત સામે આવી છે. આ હ

આણંદ / ટ્રેનમાં મહિલાની બાજુમાં બેસીને કર્યું હસ્તમૈથુન, રેલવે પોલીસના કોન્સ્ટેબલની શર્મનાક કરતૂત

આણંદમાં  રેલવે પોલીસના કોન્સ્ટેબલની શર્મનાક કરતૂત સામે આવી છે. આ હવસખોર રેલવે કોન્સ્ટેબલના કારણે સમગ્ર પોલીસ વિભાગ શર્મસાર બન્યો છે. આ કોન્સ્ટેબલે ચાલું ટ્રેનમાં એક મહિલાની બાજુમાં બેસીને હસ્તમૈથુન કર્યું હતું. 

આણંદ રેલવે પોલીસમાં ફરજ બજાવતા 45 વર્ષીય કોન્સ્ટેબલ વિનોદકુમાર ગણપતભાઈ નાઈએ વડોદરાથી અમદાવાદ જતી ગુજરાત કવીન એક્સપ્રેસમાં મહિલાની બાજુમાં બેસી ચેનચાળા કર્યા હતા અને બાદમાં હસ્તમૈથુન કરવાનું ચાલું કર્યું હતું. મહિલાએ બુમાબુમ કરતા હવસખોર રેલવે કોન્સ્ટેબલની કરતૂત જાહેર થઇ ગઈ હતી. મોટી વાત એ છે કે આ કોન્સ્ટેબલ ટ્રેન પેટ્રોલિંગની ફરજ પર હતો.

રેલવે પોલીસે ગુનો નોંધી છુપી રાહે કાર્યવાહી કરી હતી અને બાદમાં હવસખોર કોન્સ્ટેબલ વિનોદકુમાર ગણપતભાઈ નાઈની ધરપકડ કરી હતી. 

આ સમાચાર શેર કરો