મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કેળના ઉત્પાદનમાં આણંદ જિલ્લો રાજ્યમાં ધરાવે છે 30 ટકા હિસ્સો, આઠસો કરોડથી વધુ આવકની સંભાવના

ગુજરાતમાં કેળાના ઉત્પાદનમાં આણંદ જિલ્લો 30 ટકા હિસ્સો ધરાવે છે, વર્ષ 2023માં

કેળના ઉત્પાદનમાં આણંદ જિલ્લો રાજ્યમાં ધરાવે છે 30 ટકા હિસ્સો, આઠસો કરોડથી વધુ આવકની સંભાવના

ગુજરાતમાં કેળાના ઉત્પાદનમાં આણંદ જિલ્લો 30 ટકા હિસ્સો ધરાવે છે, વર્ષ 2023માં જિલ્લામાં કુલ 6,865 હેક્ટરમાં કેળનું વાવેતર કરાયું હતું. જેમાંથી કુલ 5,76,681 ટન કેળાનું ઉત્પાદન થયું છે. હાલમાં બજારમાં એક મણના રૂપિયા 300 પ્રમાણે પ્રતિ ટન રૂપિયા 15 હજારનો ભાવ મળી રહ્યો છે. ત્યારે કેળાના વેચાણ થકી ચરોત્તરના ખેડૂતોને આ વર્ષે રૂપિયા 865 કરોડથી વધુ આવક થશે તેવો અંદાજ છે.

તાલુકો હેક્ટર વીઘા
આણંદ 47,717 18,868
આંકલાવ 1,285 5,140
બોરસદ 585 2,340
ઉમરેઠ 278 1,112
કુલ 6,865 2740

ગત વર્ષે વાવેતર કરવામાં આવેલા કેળના છોડમાં આ વર્ષે પાક તૈયાર થયો છે. ખેડૂતો પ્રત્યેક વીઘામાં 700થી 740 છોડનું વાવેતર કરતા હોય છે.

કેળના છોડનું વાવેતર છોડનું વાવેતર
આણંદ 1,32,07,600
આંકલાવ 35,98,700
બોરસદ 16,38,000
ઉમરેઠ 7,78,400
કુલ 1,92,22,700

જેમાં પ્રતિ વીઘા રૂપિયા 60 હજારથી એક લાખ સુધીનો ખર્ચ થતો હોય છે. જૂન માસથી કેળાનું કટિંગ શરૂ થાય છે. કેળના પ્રત્યેક છોડ પર લુમનું વજન અંદાજિત 27થી 34 કિલોનું હોય છે. એક છોડની વેચાણ કિંમત રૂપિયા 370થી 440 સુધી થતી હોય છે.

આ સમાચાર શેર કરો