આણંદ કૃષિ યુનિવર્સિટીનું મોટું સંશોધન, ‘આનંદ રસરાજ’ નામની કેરીની નવી જાત વિકસાવી
આણંદ કૃષિ યુનિવર્સિટીના સંશોધન કેન્દ્ર જબુગામ દ્વારા ‘આનંદ રસરાજ&

આણંદ કૃષિ યુનિવર્સિટીના સંશોધન કેન્દ્ર જબુગામ દ્વારા ‘આનંદ રસરાજ’ કેરીનું સંશોધન કરી એક નવી ઓળખ ઉભી કરી છે. આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદે ગુજરાત રાજ્ય માટે ‘આનંદ રસરાજ’ નામની કેરીની નવી જાત વિકસાવી છે અને ખેડૂતો માટે બહાર પાડી છે.
આનંદ રસરાજ ઉચ્ચ ઉપજ આપતી અને ગુણવત્તામાં ઘણી સારી કેરી છે. લાંબા સમય સુધી ટકી રહેવાની ક્ષમતા, ઉચ્ચ ગુણવત્તા, સ્વાદ, ફળનું કદ અને ઉપજ સાથે સંપન્ન છે. આંબાની આ નવી જાત ‘આનંદ રસરાજ’ બજારમાં કેસર કરતાં પણ વધુ સારી માંગ સાથે સમકક્ષ રહેવાની ક્ષમતા ધરાવે છે.
તદુપરાંત, આ કેરીને કાપીને તથા રસ બનાવીને બંને રીતે આરોગી શકાય છે. ‘આનંદ રસરાજ’ જાતની બીજી સારી વિશેષતા તેની નિયમિત ફળ આપવાની આદત છે. ગુજરાતમાં લાંબા સમય બાદ ખેડૂતો અને ગ્રાહકોની માંગ સંતોષવાની ક્ષમતા ધરાવતી આ નવી જાત વિકસાવાઈ છે.






