સુરત: લિંબાયત વિસ્તારમાં ચાર્જિંગમાં મૂકેલી ઈ-બાઈક થયો બ્લાસ્ટ, એકનું મોત અને 4 ઘાયલ
સુરતના લિંબાયત વિસ્તારમાં ચાર્જિંગમાં મૂકેલી ઈ-બાઈકમાં બ્લાસ્ટ થયો છે, ગેસનો બોટલ પણ ફાટ્યો

સુરતના લિંબાયત વિસ્તારમાં ચાર્જિંગમાં મૂકેલી ઈ-બાઈકમાં બ્લાસ્ટ થયો છે, ગેસનો બોટલ પણ ફાટ્યો હતો. આ ઘટનામાં એકનું મોત થયું અને 4 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે.
4 લોકો ગંભીરસ રીતે દાઝ્યા
અવાર નવાર ઇલેક્ટ્રિક વ્હીકલમાં બ્લાસ્ટના સમાચાર વાંચવા મળે છે. ત્યારે આજે સુરતમાં વધુ એક ઇલેક્ટ્રિક વ્હીકલમાં બ્લાસ્ટ થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. સુરતના ગડોદરા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં ઇ-બાઇકની બેટરીને ચાર્જીંગ મુકવામાં આવી હતી જેમાં આજે વહેલી સવારે બ્લાસ્ટ થતાં આગ લાગતાં 18 વર્ષની એક યુવતીનું મોત નિપજ્યું છે, 4 લોકો દાઝી ગયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
સિલિન્ડરમાં બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે જેના લીધે એક દિવાલ અને દરવાજો પણ તૂટી ગયો હતો. ઘટના અંગે જાણ થતાં સુરત ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. ફાયર વિભાગના કર્મચારીએ બીજા માળે આવેલી મકાનની ગેલેરીમાં ફસાયેલા 3 લોકોનું રેસ્ક્યૂ કર્યું હતું. જેમાં 1 મહિલા, 1 બાળક અને એક મોટી વયના વ્યક્તિનું રેસ્ક્યૂ કર્યું હતું. આ દરમિયાન એક મહિલાને સીડી પરથી નિકળી પ્રયત્ન કર્યો હતો જેમાં તે દાઝી જતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
ડેપ્યુટી મેયર ઇજાગ્રસ્તોના પૂછ્યા ખબર-અંતર
ઘટનાની જાણ થતાં સુરતના ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ ઘટનાસ્થળે પહોંચી નિરીક્ષણ કર્યું હતું અને ત્યારબાદ તેઓ ઇજાગ્રસ્તોના ખબર અંતર પૂછવા માટે સ્મીમેર હોસ્પિટલની મુલાકાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, પાર્કિંગમાં ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગમાં મુકવામાં આવ્યું હતું. આખી રાત ચાર્જિંગમાં પડી રહેતા બ્લાસ્ટની ઘટના સર્જાઇ છે અને જેના આગ લાગી હતી.








