મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજ્યમાં માર્ગ અકસ્માતની દરરોજ સરેરાશ 454 ઘટના, છેલ્લા ત્રણ મહિનામાં 41,288 અકસ્માતો નોંધાયા

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી મ

રાજ્યમાં માર્ગ અકસ્માતની દરરોજ સરેરાશ 454 ઘટના, છેલ્લા ત્રણ મહિનામાં 41,288 અકસ્માતો નોંધાયા

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી માર્ગ અકસ્માતના પ્રમાણમાં વધારો થયો છે. રવિવારે જ માર્ગ અકસ્માતની અલગ અલગ 6 ઘટનામાં 13 વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. આ વર્ષે જ રાજ્યમાં અકસ્માતની દરરોજ સરેરાશ 454 ઘટના બની છે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર જાન્યુઆરીમાં 13,079, ફેબ્રુઆરીમાં 13,335 અને માર્ચમાં 14,244 જેટલી માર્ગ અકસ્માતની ઘટનાઓ નોંધાઈ છે.આ વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં જ માર્ગ અકસ્માતની કુલ 41,288 ઘટના નોંધાઈ ચૂકી છે. જોકે 2023ના પ્રથમ ત્રણ મહિના કરતાં માર્ગ અકસ્માતની ઘટનામાં આંશિક ઘટાડો નોંધાયો છે.

ઈમરજન્સી સેવા 108 પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે ગત વર્ષે જાન્યુઆરીમાં 14,635 ફેબ્રુઆરીમાં 13,080, માર્ચમાં 14,006 એમ ત્રણ મહિનામાં કુલ 41,721 માર્ગ અકસ્માતની ઘટના નોંધાઈ હતી. આ સ્થિતિએ ગત વર્ષે જાન્યુઆરીથી માર્ચમાં પ્રતિ દિવસે માર્ગ અકસ્માતના સરેરાશ 464 કેસો સામે આવતા હતા.

આ સમાચાર શેર કરો