સલામત સવારી બની 'અસલામત', બોટાદ ST ડેપોમાં બસે વૃદ્ધાને અડફેટે લેતા મોત
રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભલે 'સલામત સવારી, એસ.ટી અમારી'નો દાવો કરતી હોય એસ.ટી બસે વધુ એકનો ભોગ લીધો છે. બોટાદ એસ

રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભલે 'સલામત સવારી, એસ.ટી અમારી'નો દાવો કરતી હોય એસ.ટી બસે વધુ એકનો ભોગ લીધો છે. બોટાદ એસ.ટી ડેપોમાં રિવર્સ લેતા સમયે એસટી બસે વૃદ્ધાને લીધા એડફેટે લેતા મોત નિપજ્યું છે. આ બનાવના પગલે એસ.ટી ડેપો મેનેજર સહિતના અધિકારી દોડી આવ્યા હતા.
અકસ્માત સર્જાતા સ્થાનિક લોકોનું ટોળું એકઠું થયું
પ્રાપ્ત માહિતી પ્રમાણે બોટાદના એસ.ટી ડેપોમાં શનિવારે પ્લેટફોર્મ પર રિવર્સ લેતા સમયે એસ.ટી બસે એક વૃદ્ધાને લીધા એડફેટે લેતા મોત નિપજ્યું છે. અકસ્માત સર્જાતા એસટી ડેપોમાં સ્થાનિક લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું.
બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને વધુ તપાસ હાથ ધી છે.






