અમદાવાદીઓ માટે સારા સમાચાર, રિવરફ્રન્ટના 10 કિમી રુટ પર દોડશે AMTSની AC બસ
Ahmedabad News : અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વધતી જઈ રહી છે. ટ્રાફિકથી ત્રસ્ત

Ahmedabad News : અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વધતી જઈ રહી છે. ટ્રાફિકથી ત્રસ્ત અનેક લોકો હવે પરિવહન માટે પોતાના વાહનને બદલે જાહેર પરિવહન સેવાઓનો ઉપયોગ કરવાનું વધારે પસંદ કરવા લાગ્યા છે. AMTS અને BRTS બસમાં મુસાફરોની સંખ્યા વધી રહી છે. તો સામે મુસાફરોની માંગને પહોંચી વળવા માટે AMTS અને BRTS બસના હાલના રૂટો લંબાવવામાં આવ્યા છે અને સાથે નવા રુટ પર બસો દોડાવવામાં આવી રહી છે.
રિવરફ્રન્ટના 10 કિમી રુટ પર દોડશે AMTSની AC બસ
અમદાવાદ શહેરમાં હવે રિવરફ્રન્ટના 10 કિમી રુટ પર AMTS AC બસની સુવિધા શરૂ કરવા જઈ રહી છે. રિવરફ્રન્ટના 10 કિમી રુટ પર બંને બાજુ એક છેડેથી બીજા છેડા સુધી આ AC બસ દોડશે. આ સુવિધા 5 જૂનથી શરૂ થશે. રિવરફ્રન્ટ પર વાહન ન લઈને ફરવા જવા ઇચ્છતા લોકો માટે આ બસ સુવિધા ઘણી લાભદાયક રહેશે.
શહેરમાં AMTSની 7 રુટ ડબલ ડેકર AC બસ કાર્યરત
અમદાવાદ શહેરમાં AMTS આ 7 રુટ ડબલ ડેકર AC ઇલેક્ટ્રિક બસ દોડાવી રહી છે.
- વાસણાથી ચાંદખેડા
- લાલદરવાજા થી શીલજ
- સારંગપુર થી સિંગરવા પાટિયા
- નરોડાથી લાંભા ક્રોસરોડ
- લાલ દરવાજાથી બોપલ વકીલ સાહેબ બ્રિજ
- ઇસ્નાપુરથી રાણીપ
- લાલ દરવાજાથી વસ્ત્રાલ
શહેરમાં 30 વર્ષ પછી ચાલુ થયેલી ડબલ ડેક્ટર બસને મુસાફરોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.








