Video: સાવરકુંડલામાં નવો સિમેન્ટ રોડ બન્યો જોખમી, લપસીને પટકાતા બાઇકચાલકોના CCTV સામે આવ્યા

સોર્સ: gstv

અમરેલીના સાવરકુંડલામાં જૂના બસ સ્ટેન્ડ પાસે નવો બનેલો સિમેન્ટ રોડ વાહનચાલકો માટે જોખમી બન્યો છે. હજારો વાહનોની અવરજવર ધરાવતા આ રોડ પર લપસણાને કારણે બાઇકચાલકો સ્લીપ થઈને પટકાતા હોવાના CCTV વીડિયો સામે આવ્યા છે. રોડ પર વાહનો લપસીને પડતાં અનેક ચાલકોને ઈજાઓ પણ પહોંચી છે. નવા બનેલા રોડની આવી સ્થિતિને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લપસણા રોડને કારણે ગંભીર અકસ્માતની આશંકા હોવા છતાં પાલિકા તંત્રની કામગીરી સામે સવાલો ઊઠી રહ્યા છે. સ્થાનિકોએ તાત્કાલિક રોડની સમસ્યા દૂર કરી યોગ્ય કાર્યવાહી કરવાની માગ કરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત