VIDEO: રાજુલા પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ પોણા સાત ઇંચ વરસાદથી સર્વત્ર જળબંબાકાર
સોર્સ : gstv
રાજુલા પંથકમાં વહેલી સવારથી જ મેઘરાજાએ મન મૂકીને હેત વરસાવતા અનરાધાર વરસાદ શરૂ થયો છે. રાજુલા શહેરની સાથે ડુંગર, માંડળ, કુંભારીયા, દેવકા, મોરંગી, જુની માંડરડી, છતડીયા અને હિંડોરણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘસવારી જામી છે. સતત વરસી રહેલા વરસાદને કારણે સમગ્ર પંથકમાં અત્યાર સુધીમાં પોણા સાત ઇંચ જેટલો નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે. મેઘમહેરના પગલે ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને પાકને નવું જીવન મળતા ખેડૂતોમાં ઉત્સાહનો સંચાર થયો છે. જોકે, ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પણ શક્યતા સેવાઈ રહી છે, જેથી વહીવટી તંત્ર દ્વારા પણ સાવચેતી રાખવામાં આવી રહી છે.

