VIDEO:ધારીમાં દારૂના દૂષણ સામે જનઆક્રોશ, ભાજપના નેતાઓ જ મેદાને
સોર્સ : GSTV
અમરેલીના ધારી પંથકમાંઅસામાજિક તત્વોની રંજાડ અને લુખ્ખાગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે..ખાસ કરીનેભાજપના શાસનમાં ખુલ્લેઆમ ચાલતા દારૂના દૂષણ સામે હવે ભાજપના જ નેતાઓ પોલીસ તંત્રની સામે પડ્યા છે. ધારીના વેકરીયાપરા વિસ્તારમાંબે ખેડૂતોને અસામાજિક તત્વો દ્વારા બેફામ માર મારવામાં આવ્યો હતો, ત્યારે આ ઘટના વિરોધમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને મહિલાઓ મેદાનમાં આવ્યા છે.પોલીસની મીઠી નજર હેઠળ ધારીમાં દારૂના અડ્ડા ચાલતા હોવાનો આક્ષેપ કરીને વર્તમાન ધારાસભ્ય જે.વી. કાકડીયાએ લગાવ્યા હતા...આ ઉપરાંત પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયા અને પૂર્વ ધારાસભ્ય મનસુખ ભુવા સહિત ખેડૂતો અને ચેમ્બર્સ ઓફ કોમર્સે સાથે મળીને તંત્રને આવેદનપત્ર પાઠવ્યું છે. ધારાસભ્ય જે.વી. કાકડીયાએ આ દારૂના અડ્ડાઓ તાકીદે બંધ કરાવવા પોલીસને કડક ચીમકી આપી છે.

