મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમરેલી-રાજુલા હોસ્પિટલમાં આઉટ સોર્સ કરાયેલા 40થી પણ વધુ કર્મચારીઓ હડતાળ પર

અમરેલી- રાજુલા હોસ્પિટલમાં આઉટ સોર્સ કરાયેલા 40થી પણ વધુ કર્મચારીઓ હડતાળ ઉપર ઉતર્યા છે. કોન્ટ્રાક્ટરને વાર્ષિક હપ્

અમરેલી-રાજુલા હોસ્પિટલમાં આઉટ સોર્સ કરાયેલા 40થી પણ વધુ કર્મચારીઓ હડતાળ પર

અમરેલી- રાજુલા હોસ્પિટલમાં આઉટ સોર્સ કરાયેલા 40થી પણ વધુ કર્મચારીઓ હડતાળ ઉપર ઉતર્યા છે. કોન્ટ્રાક્ટરને વાર્ષિક હપ્તો નહિ આપતા 5 આઉટ સોર્સ કરાયેલા કર્મચારીઓને છુટા કરતા સિવિલ પટાગણમાં હડતાળ શરૂ કરવામાં આવી છે.  હોસ્પિટલના સત્તાધીશોએ કોન્ટ્રાકટને જાણ કરી તેમજ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી.

કોન્ટ્રાકટર તેમની પાસેથી રૂપિયા માંગતા હોવાના કર્મચારીઓએ આક્ષેપો કર્યા તેમજ પુરાવા સ્વરુપે સાથે કોલ રેકોર્ડિંગ પણ જાહેર કર્યું હતું. બહારની એક એજન્સી દ્વારા હોસ્પિટલમાં આઉટ સોર્સ કરાયેલા વર્ગ 3 અને 4ના કર્મચારીઓ 1 દિવસની હડતાળ ઉપર ઉતર્યા છે.

આ પણ વાંચો : PMJAY ડિલિવરી સ્કેમ: ડૉક્ટરોએ વધુ પૈસાની લાલચમાં 6151 સિઝેરિયન પ્રસુતી કરાવી હોવાનો આરોપ

એલ.ઓ.સી.ઇન્વેટેશન એન્ડ સિક્યુરિટી સર્વિસ એજન્સી સામે કર્મચારીઓ દ્વારા ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. તેમજ છુટા કરેલ 5 કર્મચારીઓનો ફરી સમાવેશ નહિ કરવામાં આવે તો આવતા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચિમકી આપી છે.

આ સમાચાર શેર કરો