VIDEO: અમરેલીમાં મેઘ તાંડવ: લાઠી-લીલીયામાં ગાંગડિયા નદીના પાણી ઘૂસ્યા, ભેસાણ ગામના ૧૫ મકાનોમાં નુકસાન
સોર્સ : gstv
અમરેલી જિલ્લાના લાઠી પંથકમાં ભારે વરસાદના કારણે ગાંગડિયો નદી બે કાંઠે વહી રહી છે. લીલીયા તાલુકાના ભેસાણ ગામમાં નદીના પાણી ઘૂસી જતા નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ગામના 10થી 15 જેટલા મકાનોમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ભારે પાણીના પ્રવાહને કારણે ઘરવખરીને પણ નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. અચાનક આવેલા પૂરના કારણે ગ્રામજનોમાં ચિંતા જોવા મળી રહી છે. તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને અસરગ્રસ્ત લોકોને જરૂરી મદદ પહોંચાડવાના પ્રયાસો હાથ ધરાયા છે.

