VIDEO: અમરેલીમાં જળબંબાકાર! બાબરામાં ૪ ઇંચ વરસાદથી નદીઓમાં ઘોડાપૂર, રસ્તાઓ બંધ; લીલીયામાં સ્થિતિ ગંભીર
સોર્સ : gstv
અમરેલી જિલ્લાના બાબરા અને લીલીયા પંથકમાં ધોધમાર વરસાદે જનજીવનને અસર પહોંચાડી છે. બાબરામાં ચાર ઇંચથી વધુ વરસાદ નોંધાતા કાળુભાર નદીમાં ઘોડાપૂર આવ્યું છે. દરેડ પુલ પર ચાર ફૂટ પાણી ફરી વળતાં દરેડ-જામ બરવાળા-લાંબડીયા-નાની કુંડળ માર્ગ બંધ કરાયો છે, જ્યારે ટોડા ગામ નજીક લાઠી-અમરેલી રોડ પણ પાણીમાં ગરકાવ થયો છે. બીજી તરફ લીલીયા, ગોઢાવદર, સલડી અને ખારા સહિતના ગામોમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. નાવલી નદીમાં પાણીનો પ્રવાહ વધતાં એક ગાય તણાઈ ગઈ હતી. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા તંત્રએ અપીલ કરી છે

