Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : Bare Megh Khanga in Mareli! 2 km long traffic jam on Lathi-Amreli highway due to water resurfacing; Motorists are stuck

VIDEO: અમરેલીમાં બારે મેઘ ખાંગા! લાઠી-અમરેલી હાઇવે પર પાણી ફરી વળતા ૨ કિમી લાંબો ટ્રાફિક જામ; વાહનચાલકો અટવાયા

Timeછેલ્લું અપડેટ : 07 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમરેલી જિલ્લામાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવતા બારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને લાઠી પંથકમાં અનરાધાર વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. લાઠી-અમરેલી હાઇવે પર ટોડા ગામ નજીક રોડ પર વરસાદી પાણી ફરી વળતા મુખ્ય માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે.ટોડાના પુલ પર પાણી આવી જવાથી વાહનોના થપ્પા લાગી ગયા છે. સ્થિતિ એટલી ગંભીર છે કે હાઇવે પર વાહનોની ૨ કિલોમીટર લાંબી કતારો જોવા મળી રહી છે. મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. વહીવટી તંત્ર દ્વારા લોકોને સલામત રહેવા અને પાણીના સ્તર ઉતરે ત્યાં સુધી રસ્તો ટાળવા અપીલ કરવામાં આવી છે.

App Store