Amreli News: ઈંગોરાળા ગામમાં ચકચાર, કૂવામાંથી 2 કલાકની જહેમત બાદ યુવતીનો મૃતદેહ બહાર કઢાયો

સોર્સ : GSTV
અમરેલીના બાબરાના ઈંગોરાળા ગામે કૂવામાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. અમરેલી ફાયર વિભાગ દ્વારા કુવામાંથી 2 કલાકની જહેમત બાદ યુવતીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
કૂવામાંથી યુવતીનો મૃતદેહ મળ્યો
મળતી માહિતી મુજબ, બાબરાના ઈંગોરાળા ગામ ખાતે કૂવામાંથી મળી આવેલો મૃતદેહ એક યુવતીનો છે. મૃતક યુવતીનું નામ ક્રિષ્નાબેન ગોરસવા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બાબરા લઈ જવાયો છે. યુવતીએ આપઘાત કર્યો છે કે પછી તેની હત્યા થઈ છે, શું છે કારણ? તેને લઈને પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી દીધી છે.

