મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમરેલી/ કારનો દરવાજો લોક થઇ જતાં 4 બાળકોના ગૂંગળામણથી મોત

અમરેલીમાં નવા વર્ષે દુઃખદ ઘટના ઘટી છે. અમરેલી તાલુકાના રાંઢીયા ગામ નજીક વાડી વિસ્તાર

અમરેલી/ કારનો દરવાજો લોક થઇ જતાં 4 બાળકોના ગૂંગળામણથી મોત

અમરેલીમાં નવા વર્ષે દુઃખદ ઘટના ઘટી છે. અમરેલી તાલુકાના રાંઢીયા ગામ નજીક વાડી વિસ્તારમાં ગાડીમાં 4 બાળકોના ગૂંગળામણના કારણે મોત થયા છે. નવા વર્ષના દિવસે રમતા રમતા બાળકો ચાવીથી કાર ખોલીને બેસી ગયા. ગાડી લોક થતાં ગૂંગળાઈ જવાથી ચારેયના મોત થયા છે. ઘટના બની ત્યારે માતા પિતા અન્ય વિસ્તારમાં મજૂરી કામે ગયા હતા. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં એરરાટી મચી ગઈ હતી.

આ પણ વાંચોઃ આણંદ: પેટલાદના પંડોળી ગામે લોકોએ એક યુવાનને આપી તાલિબાની સજા, થાંભલા પર બાંધી માર્યો ઢોર માર

2 નવેમ્બરનો દિવસ અમરેલીના પરિવારના માથે આફત બનીને તૂટી પડ્યો હતો. અમરેલી તાલુકાના રાંઢીયા ગામે વાડી વિસ્તારમાં કારમાં રમી રહેલા 2 દિકરી અને 2 દિકરાના મોત થયા છે. આ અંગે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર 2 નવેમ્બરના રોજ એટલે બેસતા વર્ષના દિવસ અમરેલીના પરિવારના માટે કાળ બનીને આવ્યો હતો. વાત જાણે એમ છે કે અમરેલી તાલુકાના રાંઢીયા ગામ નજીક વાડી વિસ્તારમાં કારમાં 4 બાળકો રમી રહ્યા હતા. તે દરમિયાન કારનો દરવાજો લોક થઇ જતાં એક જ પરિવારના 4 બાળકોના ગુંગળામણના લીધે મોતને ભેટ્યા હતા. આ બનાવ બન્યો તે સમયે માતા પિતા અન્ય વિસ્તારમાં મજૂરી કામે ગયા હતા. આ પરિવાર મૂળ મધ્ય પ્રદેશનો રહેવાસી છે. 

આ સમાચાર શેર કરો