Amreli news: રીલના ચક્કરમાં ગઈ જિંદગી, ઠપકો આપનાર વાડી માલિકની મજૂરે કરી હત્યા
અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના બરવાળા બાવીશી ગામે એક ચોંકાવનારી હત્યાની ઘટ

અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના બરવાળા બાવીશી ગામે એક ચોંકાવનારી હત્યાની ઘટના સામે આવી છે. પોતાની જ વાડીમાં કામ કરતા ખેત મજૂરને સોશિયલ મીડિયા માટે રીલ બનાવતા અટકાવવા બદલ વાડી માલિકે જીવ ગુમાવવો પડ્યો છે. ઉશ્કેરાયેલા મજૂરે વાડી માલિકની પથ્થર અને પાઈપ વડે કરપીણ હત્યા કરી ફરાર થઈ ગયો છે.
રીલ બનાવવાની બાબતે થયો વિવાદ
મળતી માહિતી અનુસાર, બરવાળા બાવીશી ગામે રહેતા કરણભાઈ વાળા નામના યુવકની વાડીમાં રવિ કરોળિયા નામનો યુવક છેલ્લા ત્રણ વર્ષથી ખેત મજૂરી કરતો હતો. જ્યારે રવિ વાડીમાં ટ્રેક્ટર પર બેસીને સોશિયલ મીડિયા માટે રીલ બનાવી રહ્યો હતો. ખેતીકામ મૂકીને ટ્રેક્ટરમાં બેસી રીલ બનાવતા મજૂરને જોઈ વાડી માલિક કરણભાઈએ તેને ઠપકો આપ્યો હતો. આ સામાન્ય ઠપકો રવિને માઠું લાગતા તેણે ઉશ્કેરાઈને હુમલો કરી દીધો હતો.





