મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમરેલીમાં અસામાજિક તત્વોનો આતંક; યુવક પર કર્યો જીવલેણ હુમલો, ઘટના CCTVમાં કેદ

અમરેલીના બિનાકા ચોકમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. અહીં પાનન

અમરેલીના બિનાકા ચોકમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. અહીં પાનની દુકાન પાસે બાઇક ધીમું ચલાવવાનું કહેતા ત્રણ સગા ભાઈઓએ સિરાજ કુરેશી નામના યુવક પર છરી વડે હિચકારો હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં દાદલી રફીક સૈયદ સહિત ત્રણ શખ્સો હુમલો કરતા દેખાય છે. ઇજાગ્રસ્ત યુવકને સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે, જ્યારે પોલીસે ગુનો નોંધી ત્રણેય ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો