VIDEO: ધારાસભ્ય હીરા સોલંકીની ખુલ્લી ચેતવણી 'કોઈ પણ અસામાજિક તત્વ દાદાગીરી કરે કે હેરાન કરે, માત્ર એક હોંકારો કરજો પહોંચી જઈશ'
અમરેલી જિલ્લાના રાજુલાજાફરાબાદ પંથકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો મા
અમરેલી જિલ્લાના રાજુલાજાફરાબાદ પંથકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ હાલ ચરમસીમાએ પહોંચ્યો છે.જેમાં ભાજપના ધારાસભ્ય હીરા સોલંકીએ ગ્રામ્ય વિસ્તારોમાં આક્રમક પ્રચાર શરૂ કર્યો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન તેમનો એક વીડિયો સોશિયલ મીડિયામાખૂબ વાયરલ થઈ રહ્યો છે.જેમાં તેઓ અસામાજિક તત્વોને ખુલ્લી ચેતવણી આપતા જોવા મળી રહ્યા છે. ધારાસભ્યએ જનતાને સંબોધતા હુંકાર કર્યો હતો કે જો કોઈ પણ અસામાજિક તત્વ દાદાગીરી કરે કે હેરાન કરે, તો માત્ર એક હોંકારો કરજો, અમે અડધી રાત્રે પણ ગાડીઓ લઈને તમારી વહારે આવી પહોંચીશું. હીરા સોલંકીનું આ કડક નિવેદન હાલ સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યું છે.



