અમરેલી : જાફરાબાદના ચિત્રાસર ગામમાં દીપડાએ હુમલો કરતા 7 વર્ષની બાળકીનું મોત
Amreli News 7-year-old girl dies after attacked by leopard in Chitrasar village of Jafrabad | Amreli News : અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર

Amreli News : અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વન્યપ્રાણીઓનો આતંક વધ્યો છે. હવે જાફરાબાદ તાલુકાના ચિત્રાસર ગામમાં 7 વર્ષની બાળકી ઉપર દીપડાએ હુમલો કરતા તેનું મોત થયું છે.
દીપડાએ ગળાના ભાગે કર્યો હુમલો
જાફરાબાદ તાલુકાના ચિત્રાસર ગામની સીમમાં વાડી વિસ્તારમાં આ ઘટના બની છે. ચત્રુપા જોધુભાઇ બાંભણીયા નામની બાળકીના માતા-પિતા વાડીમાં કપાસ વીણતાં હતા તે સમય દીપડાએ બાળકી પર હુમલો કરીને ગળાના ભાગે ઈજા પહોંચાડી હતી.
આ પણ વાંચો : જાફરાબાદના ખાલસા કંથારીયા ગામ નજીક સિંહણ 7 વર્ષની બાળકીને ખેંચી ગઈ, શોધખોળ બાદ બાળકીના માત્ર પગ મળ્યા
હોસ્પિટલમાં બાળકીનું મોત
દીપડાના હુમલાથી ઈજાગ્રસ્ત થયેલી આ બાળકીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તેનું મોત થયું હતું. ઘટનાની જાણ થાત રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને ટીંબી APMC ચેરમેન ચેતન શિયાળ દોડી આવ્યા હતા.
વનવિભાગ આ દીપડાને બહાર લઈ જાય : હીરાભાઈ સોલંકી
આ ઘટના અંગે વનવિભાગ અને સરકાર પર રોષ ઠાલવતા ધારાસભ્ય હીરા સોલંકીએ કહ્યું કે અવાર-નવાર દીપડાના હુમલાની ઘટના બને છે, આમાં લોકો કેવી રીતે કામ કરી શકે? તેમણે વનવિભાગને કડક શબ્દોમાં સૂચના આપી છે કે આ હુમલાખોર દીપડાને વનવિભાગ બહાર લઈ જાય.








