PM મોદીએ 10 વર્ષમાં ગુજરાતના તમામ પ્રશ્નો હલ કરી નાખ્યા- અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જામકંડોરણામાં વિજય સંકલ્પ રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન અમિત શાહે ભાજપને જંગી બહુમતીથ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જામકંડોરણામાં વિજય સંકલ્પ રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન અમિત શાહે ભાજપને જંગી બહુમતીથી જીતાડવાની અપીલ કરી હતી. અમિત શાહે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ 10 વર્ષમાં ગુજરાતના તમામ પ્રશ્નોને હલ કરી નાખ્યા છે.
અમિત શાહે કહ્યું કે, સૌરાષ્ટ્રમાં પોરબંદરમાં મહાત્ત્મા ગાંધીની જન્મ ભૂમિ પર આવ્યો છું, જ્યાં જઇએ ત્યાં મોદી-મોદીના નારા લાગે છે. દેશે નક્કી કરી લીધું છે કે ફરી મોદી સરકાર બનાવવાની છે.
અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
અમિત શાહે કહ્યુ કે, વોટબેન્કની લાલચમાં કોંગ્રેસે અયોધ્યાનો મુદ્દો ભટકાવ્યો હતો. સૌરાષ્ટ્રનું જળસંકટ ભાજપની સરકારે દૂર કર્યું. કોંગ્રેસના પાપે સૌરાષ્ટ્રમાં જળસંકટ હતું, ભાજપની સરકારે સૌની યોજના થકી પાણી પહોંચાડ્યું હતું. ભાજપની સરકારે કચ્છ સુધી પાણી પહોંચાડ્યું. નરેન્દ્ર મોદીના શાસનમાં કાયદો અને વ્યવસ્થામાં સુધારો થયો છે. દરિયાકાંઠો મજબૂત થયો, સૌરાષ્ટ્રમાં ખેતી-ઉદ્યોગ-વેપારનો વિકાસ થયો છે.
અમિત શાહે વિઠ્ઠલ રાદડિયાને શ્રદ્ધાંજલિ આપી
અમિત શાહે ખેડૂત નેતા વિઠ્ઠલ રાદડિયાને શ્રદ્ધાંજલિ આપી હતી. અમિત શાહે કહ્યું કે, વિઠ્ઠલ રાદિયાએ પાર્ટી વિરૂદ્ધ કામ કરી ખેડૂતો માટે કામ કર્યું હતું. પ્રથમ અને બીજા તબક્કામાં કોંગ્રેસના સૂપડા સાફ થયા છે.








