મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમિત ચાવડા ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ, તુષાર ચૌધરી વિધાનસભા વિપક્ષના નેતા બન્યા

અમિત ચાવડાને ગુજરાત કોંગ્રેસ પ્રદેશના પ્રમુખ બનાવવામાં આવ્યા છે જ્યારે તુષાર ચૌધરીને ગુજરાત વિધાનસભામ

અમિત ચાવડા ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ, તુષાર ચૌધરી વિધાનસભા વિપક્ષના નેતા બન્યા

અમિત ચાવડાને ગુજરાત કોંગ્રેસ પ્રદેશના પ્રમુખ બનાવવામાં આવ્યા છે જ્યારે તુષાર ચૌધરીને ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા બનાવવામાં આવ્યા છે.કડી-વિસાવદરની પેટા ચૂંટણી બાદ હારના બહાને શક્તિસિંહ ગોહિલે મેદાન છોડ્યુ હતું. ગુજરાત કોંગ્રેસની કમાન કોને સોપવી તે મુદ્દે દિલ્હીમાં હાઇકમાન્ડે મનોમંથન શરૂ કર્યું હતું. રાહુલ ગાંધી સાથે યોજાયેલી બેઠક બાદ અમિત ચાવડાને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પદે નિયુક્ત કરવા પર મોહર લગાવવામાં આવી હતી. 

કોંગ્રેસ હાઈકમાન્ડે અમિત ચાવડાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. આ સાથે જ તુષાર ચૌધરીને ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. આ ફેરફારોને આગામી 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પક્ષને વધુ મજબૂત અને સંગઠિત બનાવવાની કવાયત તરીકે જોવામાં આવી રહ્યા છે.


અમિત ચાવડા ગુજરાત કોંગ્રેસના એક પરિચિત ચહેરો છે અને અગાઉ પણ તેઓ પ્રદેશ પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમની ફરીથી પ્રદેશ પ્રમુખ તરીકેની નિયુક્તિ પક્ષમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરશે તેવી આશા સેવવામાં છે. અમિત ચાવડા જમીની સ્તરે કાર્યકરો સાથે સીધા સંપર્કમાં છે અને ગુજરાતના રાજકારણનો તેમને ઊંડો અનુભવ છે. તેમની આગેવાની હેઠળ કોંગ્રેસ પક્ષ સંગઠનને મજબૂત કરવા અને જનતાના પ્રશ્નોને વાચા આપવા માટે સક્રિય ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા છે.

તો બીજી તરફ તુષાર ચૌધરી યુવા નેતા તરીકે જાણીતા છે. ચૌધરી વિધાનસભામાં સરકારને જનતાના પ્રશ્નો પર ઘેરવા અને વિપક્ષ તરીકે પોતાની ભૂમિકા અસરકારક રીતે ભજવશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. તેમની નિમણૂકથી વિધાનસભામાં કોંગ્રેસ પક્ષની રણનીતિને નવી દિશા મળશે તેવી આશા છે.

આ સમાચાર શેર કરો