AMCનું વર્ષ 2025-26નું 15502 કરોડનું બજેટ, ભાજપના સત્તાધીશોએ 1501 કરોડનો વધારો કર્યો
AMCનું વર્ષ 2025-26નું વાર્ષિક બજેટ મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારેસન દ્વારા સ

AMCનું વર્ષ 2025-26નું વાર્ષિક બજેટ મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારેસન દ્વારા સપ્તાહ પહેલા રૂ. 14001 કરોડનું રજૂ કરવામાં આવ્યું હતું. આ ડ્રાફ્ટ બજેટમાં લોકોના સૂચનોના આધારે ભાજપના સત્તાધીશો દ્વારા રૂ.1501 કરોડનો વધારા સાથે સ્ટેન્ડિગ કમિટીમાં રૂ. 15502 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આજે 14 ફેબ્રુઆરીના રોજ શુક્રવારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીને સુધારા સાથેનું બજેટ સુપરત કર્યું હતું.
બજેટમાં ટેક્સનો મુદ્દો મહત્ત્વનો રહ્યો
આ વર્ષે કેન્દ્રીય અને રાજ્યના બજેટમાં ટેક્સનો મુદ્દો મહત્ત્વનો રહ્યો છે. AMCના આ બજેટમાં એડવાન્સ ટેક્સ ભરનારને 12 ટકા રિબેટ આપવાનો નિર્ણય લેવાયો છે. વર્ષ 2025-25ના બજેટમાં બેગ અને પેપર ગ્રીન એનર્જી અનુરૂપ બનાવવામાં આવ્યું છે. બેગ પર QR કોડ સ્કેન કરતા સાથે બજેટની તમામ બાબતો મેળવી શકશે.
આરોગ્ય કેન્દ્ર પર હેલ્થ કિઓસ્ક મશીન મૂકવામાં આવશે
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ બજેટ રજૂ કરતાં જણાવ્યું કે, સ્વસ્થ અમદાવાદ બનાવવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર હેલ્થ કિઓસ્ક મશીન મૂકવામાં આવશે. અંગદાન જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવશે. ગ્રીન અમદાવાદ બનાવવા માટે જુદા જુદા વિસ્તારમાં લોટસ ગાર્ડન બનાવવામાં આવશે. જુદા-જુદા બ્રિજ નીચે વર્ટિકલ ગાર્ડન બનાવવામાં આવશે. શહેરમાં આવેલા તળાવો ડેવલપ કરાશે. શહેરને સ્લમ ફ્રી બનાવવા માટે નવા મકાનો બનાવવા માટે પણ બજેટની ફાળવણી કરવામાં આવી છે.
8828 કરોડ રૂપિયા વિકાસ કાર્યો પાછળ ખર્ચવામાં આવશે
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી દ્વારા રજૂ કરાયેલા બજેટ મુજબ એડવાન્સ ટેક્સ ચૂકવનારને અગાઉ 10 ટકા રીબેટ અપાતો હતો તેમાં વધારો કરીને 12 ટકા રીબેટ આપવાનો નિર્ણય લેવાયો છે. ઓનલાઇન પેમેન્ટ અને સળંગ ત્રણ વર્ષનો એડવાન્સ ટેક્સ ચુકવનારને કુલ 15 ટકા જેટલું પ્રિબેટ આપવામાં આવશે. તમામ ઇલેક્ટ્રીક વાહનો પરના રોડ ટેક્સમાં 100 ટકા રાહત આપવામાં આવી છે. બજેટ મુજબ 8828 કરોડ રૂપિયા વિકાસ કાર્યો પાછળ ખર્ચવામાં આવશે. યુવાનોને પોતાની સ્કિલ દર્શાવી શકે તેના માટે સ્ટાર્ટ અપ ફેસ્ટિવલનું આયોજન કરવાનું ઠરાવવામાં આવ્યું છે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા ચૂંટણીના વર્ષનું 2025-26ના બજેટમાં રમતગમત, સ્વચ્છતા, પર્યાવરણ, પ્લાસ્ટિક મુક્ત, ટ્રાફિક મુક્ત, આરોગ્ય, સ્લમમુક્ત, રીન્યુએબલ એનર્જી, પ્રદૂષણ મુક્ત, ડિજિટલાઈઝેશન, આત્મનિર્ભર ભારત, તળાવોનો વિકાસ અને શહેરના સાર્વત્રિક વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે.
- એલ જી હોસ્પિટલમાં દર્દી અને તેના સગા માટે કેન્ટીન તૈયાર કરવામાં આવશે
- બેરોજગારીની સમસ્યા હળવી કરવા સ્ટાર્ટ અપ ફેસ્ટિવલનું આયોજન
- સોલાર પેનલવાળા બાંકડા મૂકવામાં આવશે
- શહેરમાં સોલારવાળા દિશાસૂચક બોર્ડ મુકાશે
- દરેક ઝોનમાં પ્લાસ્ટિક ક્રશેર મશીન મૂકવામાં આવશે
- Amc પ્લોટસ માં ગ્રીન વોલ બનાવવામાં આવશે
- AMC સંચાલિત હોસ્પિટલોમાં ગાયનેક વોર્ડ વાતાનુકૂલિત કરવામાં આવશે
- પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં 20 કરોડ નાં ખર્ચે સોલાર પાર્ક
- મનપા બિલ્ડિંગમાં આવેલ ટ્રસ્ટ હોસ્પિટલ નાં મિલકત વેરામાં 70 ટકા રીબેટ
ઘોડાસર ઇસનપુર લાંભા વટવા અને દાણીલીમડા વોર્ડમાં ખારિકટ કેનાલની ફેઝ-2ની કામગીરી 100 કરોડના ખર્ચે થશે. - ટીપી રોડ પર નાં દબાણમાં આવતા મકાન ની ફાળવણી માટે 100 કરોડની જોગવાઈ
- બાપુનગર ખાતે 10 કરોડના ખર્ચે નમો વન વિકસાવવામાં આવશે
- શહેરના તમામ ઝોનમાં ડ્રેનેજ લાઈનોનુ રીહેબીલીટેશન માટે 50 કરોડનો ખર્ચ કરવામાં આવશે.
- સરદાર પટેલ સ્ટેડિયમનું 75 કરોડના ખર્ચે નવીનીકરણ થશે.
- બાપુનગર લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમને 10 કરોડના ખર્ચે ડેવલપ કરવામાં આવશે.
- સ્પોર્ટસ એક્ટિવિટી ડેવલપ કરવા 20 કરોડનો ખર્ચે કરાશે
વસ્ત્રાપુર, લાંભા, બાપુનગર, છારોડી, આર.એમ.એસ., ખોડિયાર, વડુ તળાવ તથા અન્ય જરૂરીયાત મુજબ શહેરના તળાવોના પાણીના શુધ્ધિકરણ માટે બાયો રેમેડિઝ ટેકનોલોજીના ઉપયોગ માટે 10 કરોડનો ખર્ચ કરવામાં આવશે.
આર.એમ.એસ. ફેઝ-2 તળાવ, ઈસનપુર તળાવ, લાંભા તળાવ, વડુ તળાવ, ચેનપુર તળાવ, મહાલક્ષ્મી તળાવ તથા અન્ય જરૂરીયાત મુજબના તળાવોને ઇન્ટરલોકિંગ કરીને પાણીનુ સ્તર ઊંચુ લાવવા તથા નાગરીકોને તેમના જ વિસ્તારમાં હરવા ફરવાની સુવ્યવસ્થિત જગ્યા મળી રહે તે માટે તળાવોને રૂ. 25 કરોડના ખર્ચે વિકસાવાશે.
ટીપી રોડ પરના દબાણો મુક્ત કરવા માટે રોડ પર આવતા મકાનો માટે વૈકલ્પિક મકાનોની ફાળવણી અને સ્લમ ફ્રી સીટી માટે 100 કરોડના ખર્ચે મકાનો બનાવશે.








