મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદીઓ સાચવજો! આગામી દિવસોમાં ડહોળું પાણી આવે તેવી શક્યતા, AMCએ કરી આ અપીલ

રાજ્યમાં ભારે વરસાદી માહોલ વચ્ચે સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થતા નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે. બીજી તરફ, નર્મદા

અમદાવાદીઓ સાચવજો! આગામી દિવસોમાં ડહોળું પાણી આવે તેવી શક્યતા, AMCએ કરી આ અપીલ

રાજ્યમાં ભારે વરસાદી માહોલ વચ્ચે સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થતા નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે. બીજી તરફ, નર્મદા કેનાલ મારફતે અમદાવાદ શહેરમાં પૂરું પાડવામાં આવતા પાણીમાં ડહોળાશ સામાન્ય કરતાં વધુ હોવાથી AMCના વોટર ખાતા દ્વારા અમદાવાદવાસીઓને સાવચેતીના ભાગરૂપે પાણીને ઉકાળીને પીવા માટે અપીલ કરવામાં આવી છે.

રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદને લઈને અનેક નદી-નાળા અને ડેમ છલકાયા છે. આ દરમિયાન ભારે વરસાદને કારણે સરદાર સરોવર ડેમની સપાટીમાં પણ વધારો જોવા મળ્યો છે. જો કે, ડેમની સપાટીમાં થતાં વધારાને ધ્યાનમાં રાખીને નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે. 

AMC હેઠળના વોટર ખાતા દ્વારા નર્મદા કેનાલમાંથી પાણીનો જથ્થો મેળવી અને તેનું શુદ્ધિકરણ કરીને આખા અમદાવાદમાં પાણી પૂરું પાડવામાં આવે છે. તેવામાં સરદાર સરોવર ડેમની સપાટીમાં પાણીની આવક વધતાં નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે. જેથી નર્મદા કેનાલ મારફતે આવતાં પાણીમાં ડહોળાશ સામાન્ય કરતાં વધુ રહેતી હોવાથી આગામી દિવસોમાં ડહોળું પાણી આવવાની શક્યતાને ધ્યાનમાં રાખીને AMC હેઠળના વોટર ખાતા દ્વારા અમદાવાદવાસીઓને પાણીને ઉકાળીને પીવા જાહેર અપીલ કરવામાં આવી છે. 

આ સમાચાર શેર કરો