સુરત ગુરુકુળમાં મુખ્ય મહંતની અધ્યક્ષતામાં રવિવારે યોજાશે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન
સુરતના વેડરોડ સ્વામિનારાયણ ગુરૂકુલમાં મુખ્ય મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામી રાજકોટથી પધાર્યા હ

સુરતના વેડરોડ સ્વામિનારાયણ ગુરૂકુલમાં મુખ્ય મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામી રાજકોટથી પધાર્યા હતાં. વિદ્યાર્થીઓ તથા સંતોએ તેમનું સ્વાગત પૂજન કર્યું હતું. પ્રભુ સ્વામીએ કહ્યું કે,રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુલ અને તેની દેશ વિદેશની ૬૦ શાખાઓના અધ્યક્ષ મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામીની નિશ્રામાં 32000 વિદ્યાર્થીઓ વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મવિદ્યા મેળવી રહ્યા છે. સ્વામી મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ વિદ્યાનગર, વડોદરા, ભરૂચ થઈને આજે વેડરોડ સ્વામિનારાયણ ગુરુકુલમાં પધારતા વરસાદી વાતાવરણમાં બાળકોએ સ્વામીનું સ્વાગત કરાયું હતું.
પ્રભુ સ્વામીએ કહ્યું કે, અમે ૨૭૫ સંતો તેમના શિષ્યો છીએ. અમારા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનું પોષણ તેઓ કરી રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણે 200 વર્ષ પહેલા નિયત થયેલા સંતોના રીત રિવાજ મુજબ જ સ્વામીની રૂચીમાં સહુ સંતોએ સાથે સમૂહમાં રહેવાનું, લાકડાના પાત્રમાં જ ભોજન પ્રસાદ લેવાનો, માટીથી રંગેલા કપડાં જ પહેરવાના, તે કપડાં પણ દરજીએ સીવેલા નહીં, પૈસા પાસે રાખવાના નહીં તેમજ સ્પર્શ પણ કરવાનો નહીં, કોઈનું બેકમાં કોઈ ખાતું નહીં. જન્મ ભૂમિમાં ક્યારેય જવાનું નહીં. મહિલાઓથી અષ્ટ પ્રકારે દૂર રહેવાનું, છતાં આજે એમની જ આજ્ઞાથી ગૃહસ્થ મહિલા ભક્તોના સંચાલન દ્વારા સુરતમાં તથા રાજકોટમાં શ્રી સ્વામિનારાયણ કન્યા ગુરુકુલ ‘નિર્માણ પામી રહ્યા છે.
આજે સ્વામીનું સુરત ગુરુકુલના સંચાલક ધર્મવલ્લભદાસજી, પ્રભુ સ્વામી વગેરે સંતો તથા હરિભકતોએ તેમજ કે. જી.નર્સરીના બાળકોએ પુષ્પહાર પહેરાવી સ્વાગત કર્યું હતું. સ્વામી રવિવાર રાત સુધી વેડ રોડ ગુરુકુલમાં નિવાસ કરશે. શનિવાર રાત્રે વિધાર્થીઓને તથા હરિભકતોને સંબોધશે. રવિવારે સાંજે 6-30 કલાકે ગુરુકુલોના ભૂતપૂર્વ ‘વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાશે.






