મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ચૂંટણી કામગીરી માટે ડેપોમાંથી 28 બસોની ફાળવણી, બારડોલી-તાપીના મુસાફરોને હાલાકી

બારડોલી એસ.ટી.ડેપો દ્વારા લોકસભાની ચૂંટણીમાં ફરજ બજાવનાર કર્મચારીઓને મતદાન કેન્દ્ર સુધી પહોંચાડ

ચૂંટણી કામગીરી માટે ડેપોમાંથી 28 બસોની ફાળવણી, બારડોલી-તાપીના મુસાફરોને હાલાકી

બારડોલી એસ.ટી.ડેપો દ્વારા લોકસભાની ચૂંટણીમાં ફરજ બજાવનાર કર્મચારીઓને મતદાન કેન્દ્ર સુધી પહોંચાડવા માટે 28 જેટલી બસો ફાળવવામાં આવી છે. જેથી તાપી-વ્યારાથી અપડાઉન કરનારા મુસાફરોને સપ્તાહના પહેલા જ દિવસે એટલે કે સોમવારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

એસ.ટી.સહિત ખાનગી વાહનો ચૂંટણી કામમાં

7મી મેના રોજ લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે. જેમાં ગુજરાતની તમામ 26 બેઠકો પર પણ મતદાન થશે. આ મતદાન કેન્દ્રો સુધી ચૂંટણીમાં ફરજ બજાવતા કર્મચારીઓને મતદાન કેન્દ્ર સુધી પહોંચાડવા માટે એસ.ટી. ઉપરાંત અન્ય ખાનગી વાહનોનો પણ ઉપયોગ કરવામાં આવે છે. 

9 બસ સોનગઢ ફાળવાઈ

બારડોલી એસ.ટી.ડેપો દ્વારા ચૂંટણી કામગીરી માટે 28 બસો ફાળવવામાં આવી છે. જે પૈકી 19 બસ મહુવા વિધાનસભા વિસ્તારમાં ફાળવવામાં આવી છે. જે કાછલ સરકારી કોલેજમાં વિતરણ કેન્દ્ર પરથી જે તે મતદાન કેન્દ્રો પર કર્મચારીઓ તેમજ ઇવીએમ મશીનોને લઈ જશે. જ્યારે 9 બસો સોનગઢ ખાતે ફાળવવામાં આવી હોવાનું એસ.ટી.ના સૂત્રોએ જણાવ્યું હતું.

આ સમાચાર શેર કરો