સુરત/ ડુમસની 2.17 લાખ ચો.મી.જમીનમાં 2000 કરોડનું કૌભાંડ થયાના આક્ષેપ, કલેક્ટર સામે પગલાં લેવા માગ
સુરતના ડુમસ વિસ્તારની કુલ 2.17 લાખ ચો.મી. જમીનને લઈને વિવાદ સામે આવ્યો છે. આ જમીનમાં તત્કાલીન

સુરતના ડુમસ વિસ્તારની કુલ 2.17 લાખ ચો.મી. જમીનને લઈને વિવાદ સામે આવ્યો છે. આ જમીનમાં તત્કાલીન કલેકટર રાજેન્દ્ર કુમારના વર્ષ 2015ના હુકમ વિરુદ્ધ જઈ ખોટી રીતે ગણોતિયાના નામ દાખલ કરવા મોટો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ થયા છે. કોંગ્રેસી નેતા તુષાર ચૌધરી સહિતનાએ કલેકટર સામે પગલાં ભરવા માંગ કરીછે.
કોંગ્રેસના આક્ષેપ
કોંગી વરિષ્ઠ નેતા તુષાર ચૌધરીએ આક્ષેપ સાથે કહ્યું કે, સરકારની આ જમીનમાં વર્ષોથી ગણોતિયો ન હતો. તો એકાએક આ ગણોતિયો કેવી રીતે ઉભો કરવામાં આવ્યો છે. પૂર્વ કલેકટર રાજેન્દ્રકુમાર દ્વારા આ જમીન સરકારી હોવાનું સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. તો પછી જે તે સમયે સુરતના કલેક્ટર રહેલા આયુષ ઓક દ્વારા ગણોતિયાનું નામ દાખલ કરવા માટેનો આદેશ કેવી રીતે અપાયો છે. આ મુદ્દે સીટની રચના થવી જોઈએ.સરકારને જે કોઈ હજારો કરોડનું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. તેની પણ તપાસ કરવામાં આવે.
7 મુદ્દાઓ રજૂ કરાયા
કોંગ્રેસ દ્વારા અલગ અલગ 7 મુદ્દાઓને લઈને તપાસની માગ કરવામાં આવી છે. જેમાં તત્કાલિન કલેક્ટરે સરકારને ગેરમાર્ગે દોર્યા હોવાથી તેમની સામે તપાસ અને તેમને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માગ કરાઈ છે. તમામ ડોક્યુમેન્ટની તપાસ કરીને જવાબદાર તમામ અધિકારીઓ અને ઈસમો સામે કાર્યવાહી કરી કાયદેસરનાં પગલાં લેવાની પણ માગ કરાઈ છે.વર્ષ 2024 ફેબ્રુઆરી સુધી ફરજ બજાવનાર તત્કાલીન કલેકટર સામે ધી ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2020 મુજબ કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવે. તેવી વધુમાં માગ કરવામાં આવી છે.








