મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં યુવકે દારૂના નશામાં ફાંસો ખાધાનો આક્ષેપ, હત્યા કે આત્મહત્યાને લઈને ઉઠ્યાં સવાલ

સુરતમાં રોજે રોજ આપઘાતના બનાવો બની રહ્યાં છે. ત્યારે પાંડેસરા વિસ્તારમાં 29 વર્ષીય યુવકે આપઘાત કરી લીધો હ

સુરતમાં યુવકે દારૂના નશામાં ફાંસો ખાધાનો આક્ષેપ, હત્યા કે આત્મહત્યાને લઈને ઉઠ્યાં સવાલ

સુરતમાં રોજે રોજ આપઘાતના બનાવો બની રહ્યાં છે. ત્યારે પાંડેસરા વિસ્તારમાં 29 વર્ષીય યુવકે આપઘાત કરી લીધો હતો. યુવકે પોતાની રૂમમાં જ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. પરપ્રાંતિય યુવકના આપઘાતને લઈને સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યા હતાં. દારૂના નશામાં યુવકે આપઘાત કર્યો કે કોઈએ હત્યા કરી તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મૃતક બિહારનો વતની

મૂળ બિહારના વતની પિન્ટુ રાજપૂતએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. દારૂના નશામાં ગળેફાંસો ખાધો હોવાનું મૃતકના મકાન માલિકે કહ્યું હતું. જો કે, યુવકના આપઘાતનું કારણ અકબંધ રહેવા પામ્યું છે. હાલ મૃતકના મૃતદેહને પી એમ અર્થે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો છે. યુવકના આપઘાત મામલે પાંડેસરા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. 

મૃતકનું પરિવાર વતનમાં રહે છે

સ્થાનિક અંકિત ગુપ્તાએ કહ્યું કે, પિન્ટુસિંગ રાજપૂત મારા ઘરની પાછળની ગલીમાં રહે છે. મને ખબર પડી કે, તેણે ફાંસો લગાવી લીધો છે. જેથી અમે તાત્કાલિક લાવ્યા હતાં. છેલ્લા એક વર્ષથી અહિં રહેતો હતો. દારૂ પણ પીતો હતો. દારૂ પીને લટકી ગયો હતો. પોલીસે આવીને પંચનામું કર્યું હતું. મૂળ એ બિહારનો વતની છે. પરિવાર બિહારમાં રહે છે.

આ સમાચાર શેર કરો