મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમિત જેઠવા હત્યા કેસ: દિનુ સોલંકી સહિત તમામ આરોપીઓને હાઈકોર્ટથી મળી રાહત

ભાજપના નેતા અને પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીને હાઈકોર્ટથી મોટી રાહત મળી છે. દિ

અમિત જેઠવા હત્યા કેસ: દિનુ સોલંકી સહિત તમામ આરોપીઓને હાઈકોર્ટથી મળી રાહત

ભાજપના નેતા અને પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીને હાઈકોર્ટથી  મોટી રાહત મળી છે. દિનુ બોઘા સોલંકીને અમિત જેઠવા હત્યાકાંડ કેસ મામલે મોટી રાહત મળી છે.

જાણો શું છે સમગ્ર કેસ

20 જુલાઈ 2010 ગુજરાત હાઈકોર્ટ પાસે સત્યમેવ કૉમ્પલેક્સ નજીક સાંજે 8.30 વાગ્યે RTI અને ખાંભાના વતની અમિત જેઠવાની હત્યા કરવામાં આવી હતી. અમિત જેઠવા તે દિવસે હાઇકોર્ટમાં એફિડેવિટ કરવા આવ્યા હતા કે દીનુ બોઘાથી તેમના જીવને જોખમ છે.

પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી સહિત 7 લોકો સામે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી

આ કેસમાં મૃતક અમિત જેઠવાના પિતા ભીખાભાઈ જેઠવા દ્વારા ગીર સોમનાથના પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી સહિત 7 લોકો સામે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી.

વર્ષ 2010માં આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની અમદાવાદ હાઇકોર્ટ નજીક હત્યા થઇ હતી. ગુજરાત હાઈકોર્ટની સામે જ ગોળી મારીને હત્યા કરાઇ હતી, જે પછી હત્યામાં સંડોવાયેલા તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે ભાજપના નેતા દિનુ બોઘા સોલંકીની પણ ધરપકડ થઈ હતી.

આ સમાચાર શેર કરો