થર્ટી ફર્સ્ટની પાર્ટીમાં દારૂની મહેફિલ માણનારા સાવધાન, IGPએ પોલીસને કર્યા નિર્દેશ
ગુજરાતમાં દારૂબંધી છે. જો કે, ગુજરાતની સરહદો પરથી આગામી 31 ડિસેમ્બરને લઈને મોટી માત્રામાં દારૂના જથ્થ

ગુજરાતમાં દારૂબંધી છે. જો કે, ગુજરાતની સરહદો પરથી આગામી 31 ડિસેમ્બરને લઈને મોટી માત્રામાં દારૂના જથ્થાને ઠાલવવામાં આવે તેવી શક્યતા સેવવામાં આવી રહી છે. ત્યારે વલસાડ આવેલા આઈજીપી પ્રેમવીરસિંહે પોલીસને ખાસ નિર્દેશ કર્યા હતાં. જેમાં દારૂબંધીને સખત રીતે પાલન કરવા અંગેના પગલાં લેવા સૂચનો કર્યા હતાં.
આ પણ વાંચોઃ અંકલેશ્વર જતા MLA ચૈતર વસાવાની અટકાયત કહ્યું- પીડિતોને ન્યાય અપાવ્યો છે ગુનો નથી કર્યો
આંતરરાજ્ય બોર્ડ પર ચેકીંગ કરવા નિર્દેશ
31 ડિસેમ્બરને લઈ વલસાડ જિલ્લા પોલીસ એલર્ટ છે. ત્યારે દમણ ,દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્રની હદ પર બાજ નજર રાખવામાં આવી રહી છે. આંતરરાજય ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ સઘન બનાવવા અંગે નિર્દેશ કરવામાં આવ્યાં છે. સાથે જ આઈજીપી દ્વારા પોલીસ સ્ટાફને એલર્ટ રહેવા પણ નિર્દેશ કરવામાં આવ્યાં છે.
દારૂને રાજ્યમાં ન આવવા દેવા સૂચના
વર્ષના છેલ્લા દિવસે ગુજરાતમાં સૌથી વધુ દમણથી આવતા લોકોની અટકાયત કરવામાં આવતી હોય છે. ત્યારે દારૂબંધીનું કડકપણે પાલન થાય તે હેતુથી આઈજીપી દ્વારા નિર્દેશ કરવામાં આવ્યો હતો. સાથે જ બોર્ડર પાર કરીને દારૂ ગુજરાતમાં ન પ્રવેશે તે અંગે પણ તપાસ કડક કરવા અંગે સૂચના આપવામાં આવી હતી.








